Safeer News

Breaking News from Ahmedabad

દેશ

શિખર પહાડિયાનો સામાજિક યોગદાન : આઇપીએસ બિર્દેવ ધોણેની લાઇબ્રેરી પહેલ માટે 1,000 પુસ્તકોનું દાન

(Divya Solanki)

બીરદેવની વાયરલ અપીલ “બુક્સ મોકલાવો, બૂકે નહીં”ને મજબૂત જવાબ

એક પ્રેરણાત્મક એકતાના રૂપમાં, શિખર પહારિયાએ નવનિયુક્ત આઈપીએસ અધિકારી બીરદેવ ધોણેના પ્રેરણાદાયક પ્રયાસને ટેકો આપતા 1,000 પુસ્તકો દાન આપ્યાં છે. બીરદેવ પોતાના મૂળ ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરી બનાવી રહ્યા છે. તેઓ કોલ્હાપુર જિલ્લાના કાગલ તાલુકામાંથી યુપીએસસી પરીક્ષા પાસ કરનાર પહેલા વ્યક્તિ છે.

હાલમાં, બીરદેવે હૃદયસ્પર્શી અપીલ કરતા કહ્યું હતું કે, શુભેચ્છા આપવા માગતા લોકો તેમને ફૂલોના ગુલદસ્તાં નહીં, પણ પુસ્તકો મોકલાવે—આ અપીલ આખા દેશમાં વાયરલ થઈ ગઈ. તેમની આ વિચારોથી પ્રેરાઈને, શિખરે તરત પ્રતિસાદ આપ્યો અને શૈક્ષણિક તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તકોનો મોટો જથ્થો તેમના ગામ મોકલાવ્યો.

અતિસાધારણ પૃષ્ઠભૂમિમાંથી આવતા બીરદેવે 2020થી 2021 વચ્ચે પોસ્ટમેન તરીકે કામ કર્યું હતું અને ત્યારે જ યુપીએસસીનું સ્વપ્ન જોયું. ત્યારબાદ તેઓ દિલ્હી ગયા, જ્યાં ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો, પણ પોતાના દૃઢ નિશ્ચયથી અડગ રહ્યા અને માત્ર 27 વર્ષની ઉંમરે પહેલા જ પ્રયત્નમાં આઈપીએસ અધિકારી બન્યા.

શિખરનું આ દાન ફક્ત ભેટ નથી, પણ એક મજબૂત સંદેશ છે—એક સામૂહિક માન્યતા કે શિક્ષણ, તક અને જ્ઞાનની શક્તિથી જીવન બદલી શકાય છે. બીરદેવની યાત્રા આ વિચારનું જીવંત ઉદાહરણ છે.

સોશિયલ મીડિયા પર આ પ્રયાસને લગતી તસવીરો અને વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે, જ્યાં નેટીઝન્સ બીરદેવના વિનમ્ર મિશન અને શિખરના અર્થપૂર્ણ સહયોગની પ્રશંસા કરી રહ્યા છે.

(Divya Solanki)