(Rizwan Ambaliya)
અમદાવાદ,તા.૧૬
અમદાવાદ શહેરના મહિલા મહાસમિતિ દ્વારા 16.4.2025 ના રોજ 1008 ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિની અને સમિતિના નવા વર્ષની ઉજવણી ખૂબ જ ધામ ધૂમથી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અમૃતા જી કટારિયા જૈનમ ગ્રુપના સાલની જૈનનું સમિતિ દ્વારા ફુલોના પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી દિગંબર જૈન, મહિલા સ્થાપક શ્રી પ્રતિ વિલટી વાળા જી, અમદાવાદ સમિતિના પ્રમુખ શ્રી સુનીતા જી છાબડા, ઉપપ્રમુખ શ્રી શિખા જી વિટલી વાલા, ઉપપ્રમુખ શ્રી નીતુ જૈન, જનરલ સેક્રેટરી નિર્મલા જૈન તથા સમિતિ સભ્ય બબીતા જૈન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુંદર રીતે કાર્ય કરવા માટે સમિતિની તમામ મહિલાઓને હાર્દિક અભિનંદન….