(Rizwan Ambaliya)
બોલિવૂડ એક્ટ્રેસ શાઝાન પદમસીના હસ્તે બ્યૂટીસીયનને એવોર્ડ આપવામાં આવ્યા હતા
ભાવનગર ખાતે યોજાયેલ એક એવોર્ડ શોની અંદર બોલિવૂડની એક્ટ્રેસ શાઝાન પદમસીએ હાજરી આપી હતી. ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિયોટોરીયમ – સરદારનગર ખાતે શ્રીજી કોસ્મેટિક શોપના આયોજક યોગેશભાઈ અને શ્રીમતી ઇન્દુબેન દ્વારા બિઝનેસ એવોર્ડ અને એક દિવસનો બ્યુટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બિઝનેસ એવોર્ડમાં બોલિવૂડ અભિનેત્રી જેમણે હાઉસફૂલ 2, દિલ તો બચા હૈ જી, રોકેટ સિંગ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ બોલિવૂડ અભિનેત્રી શાઝાન પદમસીના હસ્તે બ્યૂટીસીયનને એવોર્ડ આપવામાં આવ્યા હતા.
આ આયોજનમાં RCO પ્રોફેશનલ મેકઅપ કંપની અને blush & Glow કંપની તથા આયોજનના મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના પ્રોફેશનલ હેર સ્ટાઇલ આર્ટિસ્ટ શિવાની વ્યાસ, જયદીપ હપાની, નિખિલ મનીહાર, રાકેશ બાટલા , માનવ પરમાર, સૂરજ યાદવ, અતુલ ચૌહાણ, યોગેશ પટેલ, મિલન વાઘેલા જેવા લોકો હાજર રહ્યા હતા.
આ આયોજનને સફળ બનાવવા માટે RCO કંપની, Blush & Glow કંપની અને Equitas Truatના CSR મેનેજર મિલન વાઘેલાના સહકારથી આયોજન સફળ બનાવવામાં આવ્યું હતું.