(અબરાર એહમદ અલવી)
અમદાવાદના વસ્ત્રાલના યુવકને સરખેજ વિસ્તારમાં 2 વ્હીલર પર હેલમેટ ન પહેરવાને કારણે 10 લાખનો મેમો આપવામાં આવ્યો
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની એક ગંભીર કહી શકાય તેવી બેદરકારી સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ શહેર પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારને 10 લાખનો મેમો ફટકાર્યો છે. આ કાર્યવાહી સરખેજ વિસ્તારમાં કરવામાં આવી હતી. હવે આ ટેકનિકલ કારણે થયું કે, અન્ય કોઈ કારણ તે તો સામે નથી આવ્યું પરંતુ 10 લાખનો મેમો મળતા યુવક સહિત પરિવારની તો ઊંઘ હરામ થઈ ગઈ છે.
અમદાવાદના વસ્ત્રાલના યુવકને સરખેજ વિસ્તારમાં 2 વ્હીલર પર હેલમેટ ન પહેરવાને કારણે 10 લાખનો મેમો આપવામાં આવ્યો છે. આ તરફ નિયમ ભંગ બદલ 10 લાખનો મેમો આવતા યુવકે પોલીસને જાણ કરી હતી. જો કે, પોલીસે કોર્ટમાં મેમો ભરવાનું કહેતા યુવકે આજીજી કરી હતી. હવે યુવકે આ સમગ્ર મામલે પોલીસ કમિશ્નર કચેરી ખાતે અરજી કરી છે.
આ બનાવની વિગતો પર નજર કરવામાં આવે તો ઘટના આમ બની હતી
અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા ૨૨ વર્ષના હડિયા અનિલને સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમભંગ બદલ દશ લાખ પાંચસોનો મેમો આવતા પરિવારના હાજા ગગડ્યા છે.
વકીલાતનો અભ્યાસ કરતો યુવક ગત વર્ષ જુલાઇમાં પરિવારના પાન પાર્લર પર પાન મસાલા આપવા એકટિવા પર હેલ્મેટ વિના જઈ રહ્યો હતો ત્યારે ફરજ પરના ટ્રાફિક જવાને તેને રોકી લાયસન્સ માંગીને કાર્યવાહી કરી હતી તેના પંદરેક મિનિટના ગાળામાં મોબાઈલ પર નિયમભંગનો મેસેજ આવેલ હતો.
જોકે, ઓઢવ પોલિસ દ્વારા ગત માસે પોલિસ ચોકી માથી બોલાવીને કોર્ટમાં જવાનું કહેતા યુવક જ્યારે મેટ્રો કોર્ટમાં જતા તેઓને કોર્ટની વેબસાઈટ જોતા આ નિયમભંગને લઈને દસ લાખ પાંચસોનો મેમો જોઈ પરિવાર ચિંતામાં મુકાયો હતો.
ગત જુલાઈથી કોર્ટ કચેરીના અનેકવાર ધક્કા ખાધા બાદ યુવક તેના પિતા સાથે આજે શાહીબાગ કમિશ્ર્નર કચેરીએ રજુઆત કરવા આવ્યા હતા.