Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૭ : “હઝરત કાલુ શહિદ” (રહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી)

“હઝરત કાલુ શહિદ” (રહ્મતુલ્લાહ અલૈહ)ના હાલાતો પણ પડદા પાછળ છૂપાયેલા છે. આપનો મઝારે પૂરઅન્વરથી જબરદસ્ત ફૈઝ જારી છે. આ મોહલ્લો સારંગપુર કે, દાનપુર પણ કેહવાતો. ગુજરાતના સુલતાનોના યુગમાં પૂરરોનક થતા આબાદ હતો. મલિક સારંગે તે આબાદ કરેલ હતો. જેઓ સુલ્તાન મહમૂદ શાહ બેગડાના ઉમરાઓમાં હતાં.
સીદી બશીરની મસ્જીદ- અહીં એક પથ્થરની ખૂશનુમા મસ્જિદ પણ તામીર કરી હતી. સીદી બશીર ચિશ્તી તેનો મીરે ઈમારત હતો. સીદી બશીરની કબ્ર પણ આ મસ્જિની બાજુમાં છે. એટલા માટે સીદી બશીરની મસ્જિદ તરીકે મશહૂર છે.

સારંગપુર મોહલ્લા પાસે અમદાવાદનું રેલવે સ્ટેશન છે. તેની પાસે આ મસ્જીદ આવેલી છે. આ મસ્જિદના બે મિનારા છે જેને ઝુલતા મિનારા કેહવામાં આવે છે આ બંને મિનારા ઝુલે છે. “હઝરત કાલુ શહિદ” (રહ્મતુલ્લાહ અલૈહ)નો મઝાર આ જગ્યા પર બાફૈઝ મોજૂદ છે. આપનો ફૈઝ જારી છે. મોટી સંખ્યામાં અકિદતમંદો આપના મઝારે પાક પર હાજરી આપે છે અને પોતાની સમસ્યાઓનો ઉકેલ મેળવે છે.