Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન Entertainment

‘સંત શિરોમણી શ્રી રવિદાસજી’ના જીવન પર આધારિત હિન્દી મલ્ટી-મીડિયા નાટક “કઠોતી મેં ગંગા” શાનદાર રીતે ભજવાયું

(Rizwan Ambaliya)

ફિલ્મ અને ટીવી ક્ષેત્રના ઘણા બધા કલાકાર મિત્રો તથા દિગ્દર્શક મિત્રો અન્ય કાર્યક્ષેત્રોના મહાનુભાવો અને નાટ્ય પ્રેમીઓ આ નાટક નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને રાજ કોમ્યુનિકેશન દ્વારા પ્રસ્તુત ‘સંત શિરોમણી શ્રી રવિદાસજી’ના જીવન પર આધારિત હિન્દી મલ્ટી-મીડિયા નાટક “કઠોતી મેં ગંગા” તારીખ 11/ 3/ 2025 ના રોજ શહેરના  જે. એમ. ઓડિટોરિયમ ભવન કોલેજ કેમ્પસ ખાનપુર ખાતે ભજવાયું હતું.

આ નાટકમાં ‘સંત શ્રી રવિદાસજી’ના પાત્રમાં શ્રી જશવંત પરમાર, ‘સંત શ્રી કબીરજી’ના પાત્રમાં શ્રી ભાવિન શાહ (રોય)  અને ‘મીરા’ના પાત્રમાં કિન્નલ નાયક હતા. આ નાટકના અન્ય કલાકારો અંકિતા ગોહિલ, પાર્થ ટાંક, ધૃવિલ રાવલ, દેવી દવે, મીનુ મુમતાઝ, શુભ્રા ગેમાવત, માર્કંડ કનોડીયા પ્રીતિ સિણોલ, પિયા ગઢવી, અનન્યા ચૌહાણ, સિયા સિણોલ, ઋત્વિક ઠકરાર, અશ્વિના ચોક્સી, શ્વેતા શાહ, પૂરણસિંહ ઓઝા, યશવંત કાપડી, પ્રિયાંક ભટ્ટ, વિજય ક્રિશ્ચન, દિગ્વિજય રાજપૂત, ભવદીપ વૈદ્ય જેવા કલાકારોએ સાથ આપ્યો હતો.

*આ હિન્દી મલ્ટીમીડિયા નાટકની પરિકલ્પના અને દિગ્દર્શન શ્રી રાજેન્દ્ર આર શુક્લાએ કર્યું હતું અને તેમની સાથે સહાયક દિગ્દર્શન ટીમમાં શ્રી ભાવિન શાહ (રોય), શ્રી જશવંત પરમાર અને અંકિતા ગોહિલ હતા.

આ નાટકના મુખ્ય મહેમાનો ડો. શ્રી પ્રદ્યુમન વાજા ધારાસભ્ય કોડીનાર, શ્રી આર .એમ. પટેલ પૂર્વ ધારાસભ્ય અસારવા, અમદાવાદ, શ્રી જીતુભાઈ વાઘેલા પુર્વ ધારાસભ્ય અને પુર્વ વાઈસ ચેરમેન એસ.સી. ડેવલપમેન્ટ બોર્ડ, ગુજરાત, શ્રીમતી દશૅનાબેન વાઘેલા ધારાસભ્ય અસારવા, અમદાવાદ, ડો. શ્રી ચંદ્રકાંત ચૌહાણ કોર્પોરેટર મણીનગર, અમદાવાદ, શ્રી હિમાંશુ ભાઈ વાળા કોર્પોરેટર વાસણા,અમદાવાદ, શ્રીમતી સોનલબેન ઠાકોર કોર્પોરેટર વાસણા, અમદાવાદ , શ્રી કલ્પેશ સોલંકી અમદાવાદ જિલ્લા સદસ્ય, શ્રી દિલીપભાઈ શાહ ગુજરાત સ્ટેટ બોર્ડ મેમ્બર એનિમલ વેલ્ફેર બોર્ડ અને ચેરમેન વિજીલન્સ ટાસ્ક ફોર, ડોક્ટર શ્રી અમિશ આઈ પટેલ એમએસ ઓફથલ આઈ કેર એન્ડ લેઝર સેન્ટર, શ્રી અરવિંદભાઈ સંઘવી ચેરમેન શ્રી અમદાવાદ કૈસર-એ-હિન્દ મિલ્સ કંપની લિમિટેડ, શ્રી જે.કે.પરીખ પ્રમુખશ્રી સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગુજરાત, ગાંધીનગર, શ્રી વિક્રમભાઈ ચૌહાણ પ્રમુખ શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત પ્રદેશ અને મહામંત્રી અનુસૂચિત જાતિ મોરચો ગુજરાત પ્રદેશ, શ્રી ભીખુભાઈ ભાલકીયા પ્રમુખ શ્રી રોહિત દાસ મંડળી ચાંદખેડા, મીનાબેન ભાટીયા કોર્ડીનેટર ભવન કોલેજ કલ્ચર એકેડેમી, શ્રી ગોવિંદભાઈ ગોહિલ એક્સ. સબ ઇન્સ્પેક્ટર, ડો. શ્રી હિતેશભાઈ પટેલ પ્રોફેસર ગુજરાત યુનિવર્સિટી, શ્રી હર્ષદ કનોડીયા પૂર્વ પ્રમુખ દાણીલીમડા, શિલ્પા ઠાકર ફિલ્મ અને ટીવી અભિનેત્રી અને ફિલ્મ અને ટીવી ક્ષેત્રના ઘણા બધા કલાકાર મિત્રો તથા દિગ્દર્શક મિત્રો અન્ય કાર્યક્ષેત્રોના મહાનુભાવો અને નાટ્ય પ્રેમીઓ આ નાટક નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા.

મેકઅપ – શ્રી મનુ પંડ્યા

લાઈટ અને મ્યુઝિક – કૃણાલ તમંચે

સેટ – સાયોનારા

કોસ્ચ્યુમ – અંકિતા ગોહિલ.