Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

“રમઝાન” મુબારક..! રેહમતો, બરકતોનો પવિત્ર મહિનો “રમઝાન”

(અબરાર એહમદ અલવી)

આવી ગયો છે રેહમતો, બરકતોનો પવિત્ર મહિનો “રમઝાન” જેની ફઝીલતો છે બેહિસાબ…”સફીર” સાપ્તાહિક ન્યુઝ પેપર પરિવાર તરફથી આપ સહુને રમઝાનની શુભકામનાઓ પાઠવીએ છીએ..!

ઇસ્લામિક કેલેન્ડરના તમામ 12 મહિનામાં “રમઝાન” સૌથી પવિત્ર અને શુભ મહિનો છે, જેમાં રોઝાને મુખ્યત્વે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉપરાંત, આ પવિત્ર મહિનામાં મુસ્લિમો અલ્લાહની ઈબાદત કરે છે, કુરાન વાંચે છે અને સારા કાર્યો કરીને અલ્લાહની ઈબાદત કરે છે. આ વર્ષે “રમઝાન” મહિનો રવિવારથી શરૂ થઈ રહ્યો છે.

તો ચાલો જાણીએ શા માટે આ મહિનો કેમ ખૂબ જ મહત્વનો છે..!

ઇસ્લામ ધર્મમાં પાંચ રૂકન (સ્તંભ) છે. જેમાં (૧) કલમા-એ-તૌહીદ (૨) નમાઝ (૩) રોઝા (૪) ઝકાત અને (૫) હજ્જ આ પાંચ રૂકન (સ્તંભ)મા એક રૂકન (સ્તંભ) તરીકે “રમઝાન” માસના પૂરા રોઝા રાખવા છે.

ચાંદ દેખાતાની સાથે જ “રમઝાન” મહિનો હવે શરૂ થઇ ગયો છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, ૯મો મહિનો “રમઝાન” છે. અલ્લાહની ઉપાસના માટે આ મહિનો સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ આખો મહિનો ઉપવાસ કર્યા પછી મુસ્લિમો “ઈદ-ઉલ-ફિત્ર”ની ઉજવણી કરે છે.

પવિત્ર “રમઝાન” માસને કોણ નથી જાણતુ ઇસ્લામી સાલનો નવમો મહીનો એટલે “રમઝાનુલ મુબારક” જે લોકોની સમક્ષ એક મહીના માટે આવે છે અને તેની રહેમતો, બરકતો સમગ્ર વિશ્વમાં પ્રસરાવી દે છે. જે લોકો પવિત્ર “રમઝાન” માસને જાણતા છે તેઓ આ મહીનાની બરકતો, રહેમતો, નેઅમતો અને મગફિરતો ખોબે-ખોબે ભરીને લૂંટે છે. ઇસ્લામી મહીનાઓમાં “રમઝાન” મહીનો ખાસ ઇબાદતનો મહીનો ગણાય છે.

“રમઝાન”માં મુસ્લીમો આખા મહીને રોઝા રાખે છે.

“રમઝાન” મહીનામાં રોઝા રાખવા એ મુસ્લીમો ઉપર ફરઝ ઇબાદતમાં શામેલ છે. ઇસ્લામ ધર્મમાં પાંચ રૂકન (સ્તંભ) છે. જેમાં (૧) કલમા-એ-તૌહીદ (૨) નમાઝ (૩) રોઝા (૪) ઝકાત અને (૫) હજ્જ આ પાંચ રૂકન (સ્તંભ)મા એક રૂકન (સ્તંભ) તરીકે “રમઝાન” માસના પૂરા રોઝા રાખવા છે. અહીં એક વાત વિચારવા જેવી છે કે, રોઝા રાખવા ઉપર એટલો ભાર કેમ આપવામાં આવ્યો છે કે, રોઝાને ફરજ ઇબાદત કરી દીધી.

ચાલો આજે આપણે સમજીએ કે, રોઝા એટલે શું..?

આમ તો સામાન્ય રીતે બધા જ જાણતા છે કે, ભૂખ્યા તરસ્યા રહેવું એને રોઝો કહેવાય પરંતુ ફકત ખાવા-પીવા વગર રહેવું એ કોઇ રોઝા ન ગણાય. ખરેખર તો રોઝાની વ્યાખ્યા એમ છે કે, “પોતાની જાતને ઇચ્છાઓથી રોકવું” એનો નામ રોઝા. હવે પ્રશ્ન એ થાય છે કે, શું રોકવું જાેઇએ અને શેનાથી રોકાવું જાેઇએ , સૌથી પહેલા તો આપણે જાણતા જ છીએ કે, રોઝાની હાલતમાં જાે ખાવાની ઇચ્છા થાય તો ખાઇ નથી સકતા અને પીવાની ઇચ્છા થાય તો પી નહી શકતા. પરંતુ ફકત ખાવા-પીવાની ઇચ્છાથી રોકાઇ જવું એ રોઝો નથી “રમઝાન” માસના રોઝા આપણને પ્રેક્ટીસ કરાવા આવે છે કે, કેવી રીતે આપણે આપણી ઇચ્છાઓ પર કાબુ મેળવવું રોઝા અલ્લાહથી નીકટ થવામાં મદદરૂપ થાય છે. રોઝાની હાલતમાં રોઝદારે (જેને રોઝો રાખ્યો) જે ખાસ વાતો પર ધ્યાન રાખવાનું હોય છે તેમાં ખાસ તો એ કે, પોતાની જીભથી કોઇને પણ નુકસાન ન પહોંચાડે, હાથથી કોઇ પણ ખોટો કામ ન કરે, પગથી ચાલીને એવી જગ્યાઓ ઉપર ન જવું, જ્યાં ગુન્હાખોરીના કામો થતા હોય, આંખોથી એવી વસ્તુઓ ન જુએ કે, જેના જાેવાથી તમારા દિલો દિમાગમાં વાસના ઉદ્‌ભવે વગેરે વગેરે… જાે આપણે ખરેખર રોઝાની હકિકતને સમજીએ તો આપણને ખબર પડે કે, રોઝા એ બધી જ પ્રકારની બુરાઇઓથી રોકી રાખે છે.

રોઝા રાખીને જ બીજાની ભૂખ અને પ્યાસનું એહસાસ થાય છે. રોઝા રાખવાથી તમે પોતાની જાતને તમામ પ્રકારની બુરાઇઓથી દૂર રાખી શકો છો. રોઝા રાખવું એક છુપી ઇબાદત છે જે ફકત રાખવાવાળા અને ઇશ્વરને જ ખબર હોય છે કે, આપણે રોઝાથી છીએ.

રોઝા રાખવાથી ફકત શરીર જ નહી પણ આત્માની પણ શુદ્ધિ થાય છે. ખરેખર તો રોઝા એક એવી ઇબાદત છે જે તમને બહારથી અને અંદરથી મજબુત બનાવે છે.

હવે આવી ગયો છે રેહમતો, બરકતો, નેઅમતો અને મગફિરતોનો પવિત્ર મહિનો “રમઝાન” જેની ફઝીલતો છે બેહિસાબ..! તો ચાલો આપણે સૌ મનના શુદ્ધિકરણ સાથે “રમઝાન” માસનો વેલકમ કરીએ.