Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ અમદાવાદ

અમદાવાદ : પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં મહા શિવરાત્રિના પાવન પર્વની હરહર મહાદેવ ના નારા સાથે થઈ ભવ્ય ઉજવણી

અમિત પંડ્યા 

દેવાધિદેવ મહાદેવને 250 કિલો દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો છે.

વસ્ત્રાલ,અમદાવાદ,તા.૨૬ 

આજે મહા શિવરાત્રિના પાવન પર્વની ભવ્ય ઉજવણી અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિર કરવામાં આવી હતી.

વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ભક્તો શિવમય બની હર હર મહાદેવના નારા લગાવી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

આયોજકો દ્વારા મહા શિવરાત્રિના પાવન પર્વ નિમિતે પુરા દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેવાધિદેવ મહાદેવને 250 કિલો દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે બપોરના સમયે શિવજીની સવારી નીકળશે તે પહેલા સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મોડી રાત્રે શિવજીની ચારે પહોરની પૂજા અર્ચના કરવામાં આવશે…