Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

અમદાવાદ : ફિલ્મ ‘ફાટી ને?’ પી.વી.આર પેલેડિયમ મોલ ખાતે પ્રીમિયર યોજાયું

(Rizwan Ambaliya)

 

અમદાવાદ પી વી આર, પેલેડિયમ મોલ, એસજી હાઇવે, ખાતે ફિલ્મ ‘ફાટી ને?’નો  પ્રીમિયર યોજાયુ  હતું. જેમાં મુખ્ય કલાકારો હિતુ કનોડિયા, સ્મિત પંડ્યા, હેમીન ત્રિવેદી, આકાશ ઝાલા, ચેતન દૈયા, કૌસંબી ભટ્ટ, મોના થીબા કનોડીયા, બીજા ઘણા બધા કલાકારોની સાથે આ કોમેડી, તેમજ હોરર, સાઉન્ડ ઇફેક્ટ, ફિલ્મનો જબરજસ્ત પ્રમોશન થયું હતું.
કલાકારોના નામ ઉપરથી ખબર પડી ગઈ હશે કે, કોમેડી ફિલ્મમાં કેટલી જબરજસ્ત હોય જ, ખૂબ જ મજા આવે એવી ફિલ્મ છે.

Film Review Jayesh Vora

સ્ટોરી અને ડિરેક્શન ફૈસલ હાસમી જબરજસ્ત અને અનુભવી છે જ.. તે અહીં પણ દેખાય છે. જેવો અગાઉ શોર્ટ સર્કિટ, વિટામીન સી, દોડ પકડ જેવી ફિલ્મ આપી ચૂક્યા છે.

હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા, આ કેમેસ્ટ્રી એટલી જબરજસ્ત છે કે, તમને ચંકી પાંડે અને ગોવિંદાની ફિલ્મ ‘આંખે’ યાદ આવી જાય. બંનેનું ટાઈમિંગ જબરજસ્ત છે, જે લોકોને હોરર સાથે કોમેડી પસંદ હોય તેવા લોકોએ આ ખાસ ફિલ્મ જોવા જેવી છે. સાઉન્ડ ઇફેક્ટનો એક નવતર પ્રયોગ કર્યો છે, સ્પેશિયલ ઇફેક્ટ માટે ચેન્નઈમાં એ.આર રહેમાનના સ્ટુડિયોમાં કરવામાં આવી છે, તો પ્લીઝ એની મજા થિયેટરમાં જ લેજો. અગાઉ હોલીવુડની ફિલ્મોમાં આ સાઉન્ડનો પ્રયોગ થયો હતો. માટે આ ફિલ્મ જોવાની મજા ફક્ત થિયેટરમાં જ આવશે. ઓ.ટી.ટીની રાહ નહીં જોતા, જ્યારે આવે ત્યારે બીજી વાર મળી લેજો.

ફિલ્મ વિશે વધુ જણાવી શકાય તેવું નથી શૂટિંગ લાઈટ કેમેરા એક્શનથી ભરપૂર છે, ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ આ ફિલ્મમાં પહેલી વાર થયો છે, બોલીવુડની ફિલ્મથી કોઈપણ ક્ષેત્રમાં ઉતરતું નથી.. સસ્પેન્સ ખુલ્લું ના થઈ જાય એવા હેતુથી એક પણ લાઈટ સ્ટોરી વિશે લખી શકાય એવી નથી. બાકી સ્મિત પંડ્યા હોય એટલે ટાઈફોઇડનો દર્દી પણ હસવા માંડે.. બેસણાં લઈ જવાય તેવા નથી.. હા એક સોંગ વિશે જરૂર લખવું છે.
A song very close to my heart.

પોતાની દીકરીને પાછી પામવા મથતાં બાપની વ્યથા.. અનિલ ચાવડાનાં શબ્દો, અને ચેન્નાઇનાં સંગીતકાર દિપક વેણુગોપાલને અને સોંગ ગાયુ છે, જાવેદ અલી એ.. જેમાં હિતુ કનોડિયાને જોતા તેમની બહુમુખી પ્રતિભા ચોક્કસપણે તમને આકર્ષે…

આકાશ ઝાલા અને હેમીન ત્રિવેદી બંનેના ભાગે આવેલો રોડ પરફેક્ટ અને જોરદાર છે. ફુલ ફેમિલી સાથે જે મિત્રોને હોરર અને કોમેડીમાં મજા આવતી હોય તેમની સાથે અચૂક ફિલ્મ પીઝા અને પોપકોર્નની મજા માણી લો…
સ્પેશિયલ આભાર ટીમ તિહાઇ અને સેતુ મીડિયા….