બીજલ જોશી રેપ એન્ડ સુસાઈડ કેસ પર આધારિત ગુજરાતી ફિલ્મ ’31st’ ક્રિમિનલ, કોર્ટરુમ ડ્રામા
(Rizwan Ambaliya)
એક અઘરી સ્ટોરી યોગ્ય સ્ક્રિનપ્લેના લીધે પ્રેક્ષકોને પકડી રાખે છે અને ફિલ્મનો હાર્દ જળવાઈ રહે છે. ઈન્ટરવલ પછી ફિલ્મ વધુ ગતિ પકડે છે
Film Review Jayesh Vora
ફિલ્મની સ્ટોરી બીજલ જોશી રેપ એન્ડ સુસાઈડ કેસ પર આધારિત છે. 2003માં અમદાવાદમાં બનેલા આ કેસની તપાસ અને કોર્ટમાં દાયકાઓ સુધી અને અખબારોની હેડલાઈન બનતો રહ્યો હતો. આ વાત જગજાહેર જ છે જો કે, કથામાં ફેરફાર કર્યા છે. અગાઉ ‘સેક્સ એજ્યુકેશન’ અને ‘ગુજરાતથી ન્યૂજર્સી’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા પ્રણવ પટેલ 31stના રાઈટર તેમજ ડિરેક્ટર પણ છે.
આ ફિલ્મના લખાણમાં પોલીસની કાર્યવાહી અને પ્રકૃતિ, ઈન્વેસ્ટિગેશન્સ, ફોરેન્સિક એન્ડ મેડિકલ સાયન્સ, કોર્ટ પ્રોસિડિંગ્સ બધા પાછા પરફેક્ટ જોવા મળે છે. ફિલ્મની ટ્રિટમેન્ટ સસ્પેન્સ-થ્રીલર પ્રકારની છે, જે કોર્ટરુમ ડ્રામા તરીકે પૂરી થાય છે.
એક અઘરી સ્ટોરી યોગ્ય સ્ક્રિનપ્લેના લીધે પ્રેક્ષકોને પકડી રાખે છે અને ફિલ્મનો હાર્દ જળવાઈ રહે છે. ઈન્ટરવલ પછી ફિલ્મ વધુ ગતિ પકડે છે આ રીતે ’31st’ ગુજરાતી ફિલ્મ એકવાર જોવા જવું જોઈએ. દરેક આર્ટિસ્ટે ફિલ્મ વિશે પ્રશ્ન ઇન્ટરવ્યૂ આપ્યો. જે મુકેલો છે અને ફિલ્મના વખાણ સ્ટોરી અને એડિટિંગ માટે દરેક કલાકારે કર્યા, પ્રેક્ષકોને આ ફિલ્મ કઈ રીતે વધાવી એ સમજ પડતી નથી કેમ કે, સ્ટોરી એ પ્રકારની છે.
હિતુ કનોડિયાની ‘રાડો’ હોય, ‘વશ’ હોય કે, કમઠાણ આ 31st… એમ થાય કે, આ કલાકારની અદા માણ્યા જ કરીએ દરેક પ્રકારના રોલ માટે નસીબદાર પણ છે, જેમનો વ્યવહાર બતાવે છે, દરેક રોલ પછી પારસમણી બનતા જાય.
શ્રદ્ધા ડાંગરે, પ્રાચી ઠાકર, પરીક્ષિત તમાલીયા, ચેતન દૈયા આ દરેક કલાકારોએ પોતાના રોલને યોગ્ય ન્યાય આપ્યો છે. હેમાંગ દવે, વિપુલ વિઠલાણી, પ્રશાંત બારોટ અને અંશુ જોશી સહિતના તમામ કલાકારોએ પોતાની ભૂમિકાને પરફેક્ટ નિભાવી છે.
ડીઓપી અને એડિટિંગ બેસ્ટ કામ કર્યુ છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ ફિલ્મની થીમ પ્રમાણે યથાવત છે. ફેમિલી સાથે માણવા લાયક તેવી ફિલ્મનો મેસેજ પણ સારો છે. તો અચૂક જોઈ લેશો.
કાનૂન આંધળો હોય છે, જજ નહીં..!
આવો એક ડાયલોગ ફિલ્મના ક્લાઈમેક્સને વધુ સુંદર બનાવે છે..
ફિલ્મના અંતમાં દરેક કલાકારો પોતાના હાથમાં મીણબત્તી રાખીને અને પરીક્ષકો મોબાઇલથી લાઈટ ચલાવીને રેપ ત્યારબાદ આપઘાત કરેલી વ્યક્તિ માટે સૌ કોઈ શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે.