Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

શાહરુખ ખાન વર્ષ ૨૦૨૪માં ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી બન્યો

શાહરુખ ખાન પછી થલપતી વિજયએ ૮૦ કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે.

(એચ.એસ.એલ),મુંબઇ,તા.૧

ફોર્ચ્યુન ઇન્ડિયાએ વર્ષ ૨૦૨૪માં સૌથી વધુ ટેક્સ ભરનાર સેલિબ્રિટીઝનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં સલમાન ખાન, અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી, શાહરુખ ખાન સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. આ લીસ્ટ અનુસાર વર્ષ ૨૦૨૪માં ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી શાહરુખ ખાન છે. શાહરૂખ ખાને અમિતાભ બચ્ચન સહિત બધા જ કલાકારોને પાછળ છોડી દીધા છે. શાહરૂખ ખાને વર્ષ ૨૦૨૩-૨૪ના ફાઇનાન્સીયલ વર્ષમાં ૯૨ કરોડ રૂપિયાનું ટેક્સ ચૂકવ્યો છે.

વર્ષ ૨૦૨૩માં શાહરુખ ખાનની ફિલ્મો જેવી કે પઠાન, જવાન અને ડંકી આવી હતી. વર્ષ ૨૦૨૪માં તેની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી તેમ છતાં તેણે ટેક્સ પેયર લીસ્ટમાં બધા જ કલાકારોને પાછળ છોડી દીધા છે. શાહરુખ ખાન એ વર્ષ ૨૦૨૩-૨૪ નો ૯૨ કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. શાહરુખ ખાન પછી થલપતી વિજયએ ૮૦ કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે.

સૌથી વધુ ટેક્સ ભરનાર કલાકારોની યાદીમાં સલમાન ખાન ત્રીજા નંબરે છે જેણે ૭૫ કરોડનો ટેક્સ ભર્યો છે. ત્યાર પછી અમિતાભ બચ્ચન ચોથા ક્રમે આવે છે જેણે ૭૧ કરોડનો ટેક્સ ભર્યો છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી પાંચમાં નંબરે આવે છે તેણે ૬૬ કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યો છે. સૌથી વધુ ટેક્સ ભરનાર ફીમેલ સેલિબ્રિટીની વાત કરીએ તો કરીના કપૂર ટોપ ટેનમાંથી પણ બહાર છે. તેણે ૨૦ કરોડ રૂપિયા ટેક્સ ભર્યો છે.

શાહરુખ ખાનની વાત કરીએ તો જાન્યુઆરી ૨૦૨૩માં તેણે ઘણા વર્ષો પછી ‘પઠાન’ ફિલ્મ સાથે કમબેક કર્યું હતું. દુનિયાભરમાં આ ફિલ્મની કમાણી ૧૦૦૦ કરોડથી વધુ હતી. ત્યાર પછી એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘જવાન’ આવી. આ ફિલ્મની કમાણી ૧૧૫૦ કરોડ રૂપિયા હતી. ત્યાર પછી શાહરુખ ખાનની ફિલ્મ ‘ડંકી’ રિલીઝ થઈ જેને રાજકુમાર હીરાનીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મની કમાણી ‘પઠાણ’ અને ‘જવાન’નું ફિલ્મ જેટલી ન હતી પરંતુ તેમ છતાં ફિલ્મની કમાણી ૪૦૦ કરોડથી વધુ થઈ હતી.