અમદાવાદમાં ૩૦ નવેમ્બર બાદ ૧૪ ડિગ્રીથી નીચે પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધશે.
(એચ.એસ.એલ),અમદાવાદ,તા.૨૭
ગુજરાતમાં હવે ઠંડીનું જાેર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના લીધે ઠંડીમાં વધારો થશે. લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટી શકે છે. અમદાવાદમાં ૧૬.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં ૧૫. ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરત અને ભાવનગરમાં ૧૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડિસા અને પાલનપુરમાં ૧૬.૦૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેતાં ૮ શહેરમાં ૧૬ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં ૧૧.૪ ડિગ્રીના સરેરાશ લઘુતમ તાપમાન સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. ગાંધીનગરના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૭ ડિગ્રીનો ઘટાડો હતો. આગામી એક સપ્તાહ ગાંધીનગરનું લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ જ રહેવાની આગાહી છે.
અમદાવાદમાં ૧૫.૯ ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો હતો. આમ, રવિવાર કરતાં સોમવારે બે ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. અમદાવાદમાં ૩૦ નવેમ્બર બાદ ૧૪ ડિગ્રીથી નીચે પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધશે.
બનાસકાંઠાના દિયોદરમાં ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડીના ચમકારામાં વધારો થતાં લોકો તાપણાનો આશરો લેવા લાગ્યો છે.
ઠંડી વધતા રાયડો, જીરું, ઘઉં સહિતના પાકમાં ફાયદો થશે. ખેતીના પાકમાં ફાયદો થશે. ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ છે. દિયોદર પંથકમાં ગરમીનો પારો ગગડતા ઠંડીમાં વધારો થયો છે. ઠંડીમાં વધારો થતાં લોકોએ તાપણાના સહારે ચાની ચુસ્કી માણી છે. ખેતીના પાકોને ફાયદો થવાનો હોઈ ખેડૂતોમાં પણ આનંદનું વાતાવરણ છે.