Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશન દ્વારા અનોખી પહેલ કરવામાં આવી

(રીઝવાન આંબલીયા)

પતંગ હોટેલમાં “નેશનલ સોસાયટી ફોર ચેન્જીસ ફોર ચાઈલ્ડહૂડ કેન્સર ઈન ઈન્ડિયા” બાળકો માટે ૨૫ નવેમ્બરના રોજ  સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ,તા.૨૬ 

અમદાવાદના ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત નેશનલ સોસાયટી ફોર ચેન્જીસ ફોર ચાઈલ્ડહૂડ કેન્સર ઈન ઈન્ડિયાના બાળકો માટે ૨૫ નવેમ્બરના રોજ બપોરે ૪.૦૦થી ૬.૦૦ કલાકે અમદાવાદના એલિસબ્રીજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાઈ કામો કરનાર ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખી સામજિક પહેલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પતંગ હોટેલ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી અંદાજીત એવા ૫૦ બાળકોને પતંગ હોટેલમાં લાવી રહ્યા છે, જે ઊંચાઈએથી અમદાવાદ શહેરનો નજારો કરીને સાથો-સાથ હોટેલની મુલાકાત અને ભોજનના આસ્વાદ પણ માણી શકે.

આમ, અમદાવાદની આન, બાન અને શાન ગણાતી એવી હોટલ પતંગમાં આ અઠવાડિયે “નેશનલ સોસાયટી ફોર ચેન્જીસ ફોર ચાઈલ્ડહૂડ કેન્સર ઈન ઈન્ડિયા”ના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભર્યો હતો.