ઉપલેટા,તા.૩૦
કોરોનાની સામે લાડવા માટે કરોનાની રસી એ એક ઉત્તમ છે ત્યારે હવે આ રસી આપવામાં પણ લોલમલોલ સામે આવ્યું છે અને કૌભાંડ થયું હોય તેવું લાગી રહ્યું છે. ઉપલેટામાં ૩ વર્ષ પહેલા મૃત પામેલા એક વૃદ્ધને પણ રસી આપી દેવામાં આવી છે, અને તેના નામનું સિર્ટીફીકેટ પણ આપી દેવામાં આવ્યું છે, એક મૃતકને કોરોનાની રસી આપી દેવાનો કિસ્સો બતાવે છે કે રસીકરણમાં શું ચાલી રહ્યું છે ત્યારે સરકારે આ બાબતે જાગૃત થવાની જરૂર છે.
કિસ્સો ઉપલેટાનો અર્બન હેલ્થ સેન્ટરમાં એક ૩ વર્ષ પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિને રસી આપી દીધી અને તેનું સિર્ટીફીકેટ પણ ઓનલાઇન આવી ગયું, વાત છે ઉપલેટાની અહીં સ્વામિનારાણય સોસાયટીમાં રહેતા અને ૩ વર્ષ પહેલા મૃત્યુ પામેલા હરદાસભાઇ દેવાયતભાઈ કરંગિયાની, હરદાસભાઇ કરંગિયા ૨૦ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ અવસાન પામ્યા છે અને ઉપલેટા નગરપાલિકામાં તેની નોંધણી પણ કરવામાં આવી ચુકી છે અને તેનું ડેથ સર્ટી પણ આપી દેવામાં આવેલ છે આ અવસાન પામેલા હરદાસભાઇ કરંગિયાને તારીખ ૩જી મેં ૨૦૨૧ના રોજ ઉપલેટાની સુરજવાડીમાં કોવીસીલ્ડની કોરોના રસી આપવામાં આવી હતી, અને રસી કાજલબેન સિંધવ નામના આરોગ્ય કર્મચારીએ આપીનું કોરોના સિર્ટીફીકેટમાં જાેવા મળયુ.
મૃતકને વેક્સીન આપતા વેક્સિનેશનમાં કોઈ કૌભાંડ હોવાની પણ શક્યતા જાેવાઈ રહી છે અને સાથે અનેક પ્રશ્ન પણ ઉભા થાય છે, શું મૃતકના નામે વેક્સીનની નોંધણી કરીને બચેલ વેક્સીન બારોબાર કાળાબઝારમાં વેચી નખાવામાં આવે છે, શું કોઈ મલદારોને કાળાબજારમાં આવી વેક્સીન લગાવી દેવામાં આવે છે, આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે વગેરે પ્રશ્ન પણ ઉપજાવે છે.
વેક્સીન લેવા મટે મૃતક હરદાસભાઇ કરંગિયાના પુત્ર સંદીપે પોતાના મોબાઈલ નંબર ઉપરથી વેક્સીન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેમાં ભૂલથી પરિવારની તમામ નામ સાથે પોતાના મૃતક પીતાંનું નામ પણ રજીસ્ટર કરાવી દીધું હતું, જયારે મૃતક હરદાસભાઇના પુત્રે પોતાના વારા માટે વેક્સિનેશનની સાઈટ ખોલી તો તેમાં તેના પીતાંને વેક્સીન આપી દીધાનું ખુલ્યું હતું અને તેણે આ બાબતે વધુ આગળ જઈને જાેતા તેમાં મૃતક હરદાસભાઇએ વેક્સીન લઇ લીધીનું સિર્ટીફીકેટ પણ જાેવા મળ્યું હતું.