અમદાવાદ,તા.૨૦
‘ઉમ્માહ ફિઝિઓથેરાપિસ્ટ એસોસિએશન’ (UPTA)ના ઉપક્રમે અને Faith Hospital તથા Aleaqm Cure Physiotherapy Clinicના સહકારથી મફત સલાહકાર શિબિરનો આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના મકરબા ખાતે ‘ઉમ્માહ ફિઝિઓથેરાપિસ્ટ એસોસિએશન’ (UPTA) દ્વારા માતૃત્વ પ્રાપ્તિમાં પડકારોનો સામનો કરી રહેલ વ્યક્તિઓ માટે નિષ્ણાતોની મફત સલાહકાર શિબિર યોજાશે. જેમાં સહભાગી તરીકે Faith Hospital અને Aleaqm Cure Physiotherapy Clinic રહેશે.
આવનારી 24 નવેમ્બર 2024ના રોજ ‘ઉમ્માહ ફિઝિઓથેરાપિસ્ટ એસોસિએશન’ (UPTA)ના ઉપક્રમે અને Faith Hospital તથા Aleaqm Cure Physiotherapy Clinicના સહકારથી શિબિરનો આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરની વિશેષતાઓમાં મુખ્ય *ફિઝિયોથેરાપિસ્ટ, *ગાયનેકોલોજિસ્ટ અને *ડાયટિશિયન*ની મફત સલાહ સુચન આપવામાં આવશે. સાથે સાથે માતૃત્વ પ્રાપ્તિ માટે મદદરૂપ ઉપાયો અને જીવનશૈલી માટે માર્ગદર્શન તથા આરોગ્યદાયક આહાર અને ડાયટ વિશે નિષ્ણાત દ્વારા સલાહ આપવામાં આવશે.
‘ઉમ્માહ ફિઝિઓથેરાપિસ્ટ એસોસિએશન’ (UPTA) દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર *મર્યાદિત એન્ટ્રીઓ ઉપલબ્ધ છે. આજે જ નોંધણી માટે સંપર્ક કરો..! આવકાર્ય મિત્રો, આ શિબિરનો લાભ ઉઠાવો અને નવા જીવનની શરૂઆત માટે પ્રેરણા મેળવો. *મફત સેવા માટે પંથકના તમામ લોકોનું સ્વાગત છે..!*
*સ્થળ:* Faith Hospital, મકરબા
*તારીખ:* 24 નવેમ્બર 2024
*સમય : સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી.