(અબરાર એહમદ અલવી)
જમાલપુર વોર્ડના મ્યુ. કાઉન્સિલરોએ લે-આઉટ પ્લાન સાથે જાણકારી મેળવી હતી. જેમાં જરૂરી લાગશે તો અમુક ફેરફાર કરવાના હશે તો ઉપલા અધિકારીને આ બાબતે રજૂઆત કરવામાં આવશે.
અમદાવાદ,તા.૧૯
શહેરના જમાલપુર વોર્ડના મ્યુ. કાઉન્સિલર રફીક શેખ, મુસ્તાક ખાદી વાલા અને અફસાનાબાનુ ચિસ્તી તેમજ ટોરેન્ટના એન્જિનિયરિંગ વિભાગના અધિકારી અને અમદાવાદ મ્યુ.કોર્પોરેશન અધિકારીઓ સાથે સરદાર બાગ, લાલ દરવાજા તેમજ સીદી સૈયદની જાળીની પાછળ આવેલો ગાર્ડન માટે વિઝીટ કરી જાત માહિતી મેળવવવામાં આવી હતી.
ટોરેન્ટ પાવરના એન્જિનિયરિંગ વિભાગના રાજભાઈ તેમજ ગાર્ડન ખાતાના દેવેન્દ્રભાઈ દેસાઈ અને મેહુલભાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી. મ્યુ. કાઉન્સિલરોએ લે-આઉટ પ્લાન સાથે જાણકારી મેળવી હતી. જેમાં જરૂરી લાગશે તો અમુક ફેરફાર કરવાના હશે તો ઉપલા અધિકારીને આ બાબતે રજૂઆત કરવામાં આવશે. સને 2021-2022માં બજેટ સત્ર દરમિયાન જમાલપુરના મ્યુ.કાઉન્સિલરોની રજૂઆતના આધારે અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા સરદાર બાગ માટે બજેટમાં રૂપિયા પાંચ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર બાગ ડેવલપમેન્ટ કરવા માટેનું કામ ટોરેન્ટ પાવર દ્વારા પીપીપી ધોરણે થાય અને તેને ટોરેન્ટ પાવર દ્વારા ડેવલપ કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હાલમાં સરદાર બાગમાં ડેવલપમેન્ટની કામગીરી ઝડપથી ચાલી રહી છે અને ટૂંક સમયમાં એટલે કે, જાન્યુઆરી 2025 સુધીમાં તેનો ઉદ્ઘાટન કરવાનું આયોજન કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.