Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

ગુજરાતી ફિલ્મ “હું તારા વિના કંઈ નહીં”નું પ્રીમિયર યોજાઈ ગયું

(રીઝવાન આંબલીયા)

દિવાળીની રજાઓમાં પૈસા વસૂલ ફિલ્મ “હું તારા વિના કંઈ નહીં” ફુલ ફેમિલી સાથે જોવા જઈ શકાય તેવી બની છે.

એક સુંદર મજાની ફિલ્મના ‘પ્રીમિયર શો’ની વાત કરવાની છે, અમદાવાદમાં આ ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. જેમાં અમે મીડિયા તરીકે જઈ શક્યા નહોતા, અને ત્યારબાદ બરોડા ખાતે આ ફિલ્મના પ્રીમિયરનું આયોજન હતું, તો સ્પેશિયલ ડિરેક્ટર સાહેબ તરફથી અને પ્રોડ્યુસર સાહેબ તરફથી તેમની સાથે અમે બરોડા ગયા હતા, એક અદભુત ફિલ્મ ‘હું તારા વિના કંઈ નહીં’નું શાનદાર પ્રીમિયર રહ્યું ખુબ ખુબ આભાર તમારા આમંત્રણ બદલ..

Film review Jayesh Vora

થોડી વાત કરવાની છે ફિલ્મ વિશે… નવા યંગ જનરેશનની વાત છે આજકાલ એક ફેશન છે કે, પ્રેમ થતાં પણ વાર નહીં અને છૂટાછેડા થતાં પણ વાર નહીં. આવા કિસ્સાઓમાં મા-બાપની જવાબદારી શું હોવી જોઈએ..? આવા બધા સમાજને લગતા પ્રોબ્લેમને એક સુંદર મજાનો આકાર આપ્યો છે. આ ફિલ્મમાં સુંદર મજાની સ્ટોરી છે ડાયલોગ છે સંજય પ્રજાપતિએ અદભુત લખાણ કર્યું છે. એક ફેમિલીની સિમ્પલ વાર્તાલાપ હોય એવું લખાણ છે કોમેડી પણ છે. ક્યારેક આંખોના ખૂણા ભીના પણ કરી જશે બાપ અને દીકરાની વાત છે અને બાળકોને દીકરીના સંબંધોની વાત છે.

બંને બાજુના ફાધર તરીકેનો રોલ જેડી ગૌરાંગ, અને નિશિતભાઈ ત્રિવેદી, અદભુત રોલ કર્યો છે. બંને બાજુથી મધરનો રોલ જૈમીની ત્રિવેદી અને કોમલ પંચાલે બહુ સરસ પોતાનો રોલ નિભાવ્યો છે. કુલદીપ મિશ્રા કરીને ડોક્ટરના પાત્રમાં ઓડિયન્સને આટલી સિરિયસ સ્ટોરી સાથે એક હળવા મૂળમાં બનાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. આ ફિલ્મના ગીતો એના રિલીઝ પહેલા ખૂબ જ લોકપ્રિય થઈ ગયા અને મિલિયનમાં વ્યુવર છે. ગીતો લખ્યા છે આનંદ મહેરા તથા સંગીત આપ્યું છે મયુરભાઈ નાડીયાએ. ફિલ્મના ગીતો ગાયા છે ઉમેશભાઈ બારોટ અને સુરભી બાડમિયાએ. સુરભી બાડમિયાને હું ત્યારથી ઓળખું છું જ્યારથી તેઓ કૌરસમાં ગાતા હતા. તેમના ગુરુ પાયલ વૈદ્ય છે. બહુ જાણીતા સિંગર છે. સુરભી નસીબદાર છે કે, બહુ નાની ઉંમરમાં એક પ્લે બેક સિંગર તરીકે કામ મળ્યું‌ બેગ્રાઉન્ડ મ્યુઝિક બિલકુલ અનુરૂપ. કેમેરા વર્ક ડ્રોન શોટ આ બધું કામ પરફેક્ટ છે.

ટૂંકમાં દિવાળીમાં પૈસા વસૂલ ફિલ્મ ફુલ ફેમિલી સાથે જોવા જઈ શકાય તેવી બની છે. મેરેજ લાઇફ કોઈ રમકડાના ખેલ નથી એની સિરિયસતા નવા જનરલ શહેર સમજવી અને નાની-નાની મુશ્કેલી માટે છૂટાછેડા એ કોઈ વિકલ્પ નથી એને આકાર આપતા શીખવું જોઈએ અને એમાં મા-બાપની શું ભૂમિકા હોવી જોઈએ એનો એક સુંદર મેસેજ સાથે સમાજને કામ લાગે તેવી ઉત્તમ પ્રકારની ફિલ્મ બનાવવામાં આવી છે.

હવે ફક્ત જવાબદારી આપણી છે કે, આપણા સંતાનોને પીઝા ખવડાવવાની લાલચે પણ આ ફિલ્મ બતાવવાની છે તો પણ એક સમાજ માટે અને પોતાના માટે સુંદર કામ કર્યું ગણાશે આખી ટીમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન…