Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન Entertainment

ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”નું પ્રીમિયર LHD સિનેમાસ ખાતે રાખવામાં આવ્યું

(રીઝવાન આંબલીયા)

કોમેડીના નાના સ્લોટ ફિલ્મમાં માણવાની મજા આવે છે. કટ ટુ કટ એડીટીંગ પરફેક્ટ છે, સાથે મ્યુઝિકનો સપોર્ટ પણ સુંદર, કેમેરા એન્ગલ વર્ક પણ પરફેક્ટ છે.

શહેરના ચાંદખેડા LHD સિનેમાસ ખાતે “પેન્સિલ” ફિલ્મનું એક ગ્રાન્ડ પ્રીમિયર રાખવામાં આવ્યું હતું.
તાનારીરી પ્રોડક્શન પ્રેઝન્ટ, તથા પ્રોડ્યુસર કમલેશ ત્રિવેદી, હેમેન્દ્ર ગુપ્તા અને અનિલ ક્રિષ્ના આ દરેકનું સહિયારું સાહસ એટલે સુપરહીટ ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”…

ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”ના ડાયરેક્ટર કોમલ દેસાઈ, સ્ટોરી, સ્ક્રીનપ્લે, અને ડાયલોગ અખિલ કોટક સિંગર વિનય નાયક, તૃષા રામી અને અખિલ કોટક મ્યુઝિક નીરજ વ્યાસ દ્વારા આપવામાં આવ્યું છે.

ફિલ્મના મુખ્ય પાત્રમાં સંજય સિંહ ચૌહાણ, અરવિંદ વેગડા, વિજય રાવલ, સૌનક વ્યાસ, સવજીભાઈ (છોટુ), જીનલ રાવલ, શેફાલી ત્રિવેદી, જીતેન્દ્ર ઠક્કર, નીશીત નાયક, નિધિ ઉપદ્યાય, જસ્સી દાદી અને બાકી ઘણા બધા કલાકારો હોવાથી નામ લખી શકતા નથી તો માફ કરશો.

Film Review Jayesh Vora

થોડી વાત કરીએ ફિલ્મ વિશે “પેન્સિલ” ફિલ્મ એક થ્રિલર સસ્પેન્સ અને કોમેડી ફિલ્મ છે, ફિલ્મ એક મર્ડર ક્રાઈમ સ્ટોરી સાથે જોડાયેલી છે. ફિલ્મની વાર્તા જેમ જેમ આગળ વધે તેમ તેમ દર્શકોની ઈંતેજારી વધી જાય કે, હવે પછી શું થશે..! ક્લાઈમેક્સ સુધી દર્શકો એ નક્કી નથી કરી શકતા કે, મર્ડરર કોણ હશે. ગીતો અને કોમેડી ફિલ્મને આગળ ચલાવી રહ્યા છે, કોમેડીમાં જસ્સી દાદી છવાઈ ગયા છે, એક સોંગ દરમિયાન પણ એમની પાસેથી કામ લેવામાં આવ્યું છે. બીજી એક વાત તમને નવાઈ લાગશે કે, અરવિંદ વેગડા જેવો એક્ટર તરીકે છે, પણ એક પણ સોંગ એમનું નથી, એટલે ફક્ત એક અભિનેતા તરીકે એમનો રોલ છે. કહેવાનો મતલબ એ છે કે, આ રોલ માટે અરવિંદભાઈ પરફેક્ટ હતા, માટે સિલેક્શન થયું છે. ફિલ્મ પરફેક્ટ બની છે ડિરેક્શન પણ સરસ છે, ડિરેક્ટર તરીકે કોમલ દેસાઈ પરફેક્ટ કામ લઈ રહ્યા છે, વર્ક તેમનું કાબીલે તારીફ છે.

બે ગીતો આલ્બમ સોંગ તરીકે માણવાની મજા આવશે કોમેડીના નાના સ્લોટ ફિલ્મમાં માણવાની મજા આવે છે.
કટ ટુ કટ એડીટીંગ પરફેક્ટ છે, સાથે મ્યુઝિકનો સપોર્ટ પણ સુંદર, કેમેરા એન્ગલ વર્ક પણ પરફેક્ટ, ફિલ્મ સાથે જોડાયેલ તમામ ટેકનિકલ વર્ક તથા તમામ કલાકારોને આ ફિલ્મ ખૂબ ખૂબ આગળ ચાલે તેવી શુભકામના અને અભિનંદન…ટૂંકમાં એક સુંદર ફિલ્મ બની છે અચૂક ફેમિલી સાથે જોવા જેવી ફિલ્મ બની છે તો તમારા નજીકના થિયેટરમાં જ્યાં પણ આ ફિલ્મ ચાલતી હોય ત્યાં અચૂક જોવા જજો મજા આવશે જ..!