Safeer News

Breaking News from Ahmedabad

દેશ મનોરંજન

ગુજરાતી ફિલ્મ “લોચા લાપસી”નું પ્રીમિયર શો PVR ખાતે યોજાયો

(રીઝવાન આંબલીયા)

એક જોરદાર ગુજરાતી ફિલ્મ “લોચા લાપસી” જેમાં જીગરભાઈ ચૌહાણ અને મલ્હાર ઠાકર પોતે પ્રોડ્યુસર તરીકે પણ છે. સહ પ્રોડ્યુસર તરીકે સાહેબ મલિક, વૈદેહી ચિંતન દેસાઈ તથા શિતલ તેજલ પટેલ  સાથે  છે.

ફિલ્મ “લોચા લાપસી”  પ્રીમિયર શોમાં ફક્ત ક્યુ આર કોડ પ્રમાણે જ એન્ટ્રીની વ્યવસ્થા કરવામાં હતી. જે એક નવા પ્રકારની વ્યવસ્થા હતી. ઘણા સમય પછી મલ્હાર ઠાકરની ફિલ્મ જોવાનો અને એના વિશે લખવાનો અને મારા વર્લ્ડ રેકોર્ડમાં એક પણ ફિલ્મ ઓછી નાખવાની તક પણ જતી કરવી હતી નહીં. માટે મેં જવાનું વિચાર્યું… અને પ્રોડ્યુસર મને ઓળખી ગયા. તેથી થિયેટર એન્ટ્રી થઈ ગઈ. નહિતર મારે આજે ફિલ્મ જોઈ તેના વિશે અભિપ્રાય લખવાનું વિચાર હતો. ફિલ્મ જોઈને પણ પ્રીમિયર ઇચ્છા પૂરી થઈ.

હવે બહુ જ ઓછી વાત કરું ફિલ્મ વિશે…  કેમ કે, જાજુ લખી શકાય નહીં. નહિતર માણવાની મજા જતી રહેશે. લોચા લાપસી ફીલ્મ  મલ્હાર ઠાકર જેમણે એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું છે જે કોઈપણ પ્રકારના લોકને લોકરને ખોલી આપે છે. જે આપણે ટીઝરમાં જોઈ શકીએ છીએ. એનો  ડેમો આપવા માટે નખત્રાણા જવાનું છે. ટેક્સીમાં અને રસ્તામાં પંચર પડે છે, એક સાથે બન્ને વીલ માં , સ્ટોરી આગળ ચાલે છે, પંચર કરવામાં અને ટાયર બદલવામાં બે કલાક લાગે તેમ હોવાથી એક અલગ વ્યક્તિની લિફ્ટ લે છે, આ સફર દરમિયાન ઘણી બધી “લોચા લાપસી” થાય છે અને એક મર્ડર કેસમાં ફસાઈ જાય છે અને પછી જે વાર્તામાં વળાંકો ચાલુ થાય છે એ માણવાની જ મજા આવશે.

છતાં ટૂંકમાં કહી દઉં કે, અબ્બાસ મસ્તાન પછી જો કોઈની સસ્પેન્સ સ્ટોરીમાં છેલ્લે ગુજરાતી ફિલ્મ ડીયર ફાધર પછી આટલી જોરદાર સસ્પેન્સ સ્ટોરી જો કોઈ મને લાગી હોય અથવા પ્રેક્ષકોને પણ લાગી હોય તેવી ફિલ્મ છે આ “લોચા લાપસી”. આટલી સુંદર સ્ટોરી અને સ્ક્રીન પ્લે માટે તથા પરફેક્ટ ડિરેક્શન માટે મૌલિન પરમાર અને સચિન બ્રહ્મભટ્ટને  સ્પેશિયલ અભિનંદન..🌹

ઘણા સમય પછી મલ્હાર ભાઈને અલગ રોલમાં નિહાળવાનો મોકો મળ્યો, સાથે ચેતન ધાનાણી બહુ જ સુંદર પર્સનાલિટી સાથે એમની પર્સનાલિટીને શૂટ કરતો હોય એવો પોલીસ ઇન્સ્પેક્ટરનો જબરજસ્ત કીરદાર નિભાવ્યો છે.  સાથે વૈભવી ઉપાધ્યાય જે હિરોઈન છે, બહુ જ સુંદર કામ હતું, પણ ઈશ્વરને કદાચ આ મંજૂર નહીં હોય, આ ફિલ્મ રિલીઝ થતા પહેલા આ દુનિયામાં તેઓ હવે રહ્યા નથી, પ્રભુ એમની આત્માને શાંતિ મળે જ્યાં હોય ત્યાં તેમની આ નામના એમના સુધી પહોંચે.

સ્ટોરીના બીજા પાત્રો એટલે કે, ચિરાગ વોરા, ચિરાગ ભટ્ટ, નિલેશ પંડ્યા, ઇલેશ શાહ અને એક ટીવી ચેનલના સમાચાર પ્રદર્શિત માટે નાના રોલમાં બંસી રાજપૂત આ દરેક વ્યક્તિએ પોતાનું કામ પરફેક્ટ નિભાવ્યું છે.

આપણા મિત્રો આપણને સસ્પેન્સ જણાવી દે એ પહેલા કોઈને પણ રિવ્યુ પૂછ્યા વગર ફિલ્મ જોઈ આવો તો જ મજા બહુ આવશે એ વાતની ગેરેન્ટી પૈસા વસૂલ ફિલ્મ એટલે “લોચા લાપસી” બાકી બધું તો લોકેશન લાઇટિંગ કેમેરા એંગલ ડાયલોગ જબરજસ્ત છે જ.

મલ્હારભાઈનો વારંવાર બોલાતો એક ડાયલોગ બહુ સરસ છે
“આવડત બુદ્ધિ અને ચાતુર્યનો સમન્વય થયો ત્યારે આ ભાસ્કર જોશી જન્મ થયો.”

એકવાર ફિલ્મ સાથે જોડાયેલ તમામ વ્યક્તિને શુભેચ્છા..🌹🌹

 

Film review Jayesh vora