Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

અમર્યાદિત આનંદ માટે તૈયાર થાઓ..! “ભૂત બંગલા”માં પ્રિયદર્શન અને અક્ષય કુમારની આઇકોનિક જોડી સાથે આવી રહી છે..!

(Pooja Jha)

“ભૂત બાંગ્લા” એક હોરર કોમેડી છે જે 2025માં રિલીઝ થવાની છે, જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.

પ્રખ્યાત દિગ્દર્શક પ્રિયદર્શન અને સુપરસ્ટાર અક્ષય કુમાર ગયા વર્ષે એકસાથે જોવા મળ્યા હતા, અને ફોટો લીક થયો હતો, જેણે ઘણી ચર્ચા કરી હતી. આ જોડી ફરી એકસાથે આવે તેની સૌ રાહ જોઈ રહ્યા હતા. આખરે તેમની રાહ પૂરી થઈ અને 14 વર્ષ પછી, બંને એકતા આર કપૂર અને બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડના બેનર હેઠળ નિર્મિત અને ફરાહ શેખ તથા વેદાંત બાલી દ્વારા સહ-નિર્માણ કરાયેલ હોરર કોમેડી “ભૂત બંગલા” પર સાથે કામ કરી રહ્યા છે .

અક્ષય કુમારે ગણેશ ચતુર્થી પર એક મોશન પોસ્ટર રિલીઝ કરીને બધાને ચોંકાવી દીધા હતા, જે સંકેત આપે છે કે, તેમના જન્મદિવસના ખાસ અવસર પર એક મોટી જાહેરાતનું આયોજન કરવામાં આવ્યું છે. અભિનેતાએ આખરે આ સમાચારનું અનાવરણ કર્યું છે, તેણે સોશિયલ મીડિયા પર એક રસપ્રદ મોશન પોસ્ટર શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું

https://www.instagram.com/reel/C_rvRTsxcYB/?igsh=MWF3djF2OXpsaXMydQ==

https://www.instagram.com/reel/C_rwMiBt9n8/?igsh=MWx3enh3anBmcHY1ZQ==

પ્રિયદર્શન અને અક્ષય કુમારે અત્યાર સુધીની કેટલીક સૌથી પ્રિય ફિલ્મો બનાવી છે. તેમણે દર્શકોને ‘હેરા ફેરી’, ‘ગરમ મસાલા’, ‘ભાગમ ભાગ’, ‘ભૂલ ભુલૈયા’ અને ‘દે દના દન’ જેવી ક્લાસિક ફિલ્મો આપી છે, જેણે દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે.

આ જોડી સેન્સેશન બની ગઈ છે, તેમની ફિલ્મોના ડાયલોગ્સ રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે. તેથી હવે તેઓ ફરીથી સાથે આવી રહ્યા છે, અને આ વખતે આ જોડી પડદા પર શું લાવશે તે જોવું રસપ્રદ રહેશે. તમને જણાવી દઈએ કે, એકતા આર કપૂરનો આભાર, અમે તેમને ફરીથી સાથે જોવા માટે સક્ષમ છીએ.