Safeer News

Breaking News from Ahmedabad

દેશ

હુરુન રિચ લિસ્ટ ૨૦૨૪ના અમીરોની યાદી બહાર આવી, ગૌતમ અદાણીએ ટોચનું સ્થાન મેળવ્યું

કિંગ ખાને ઈતિહાસ રચ્યો, હુરુનના અમીરોની યાદીમાં શાહરૂખ ખાન પણ સામેલ

મુંબઇ,તા.૨૯
હુરુનના અમીરોની યાદી બહાર આવી છે. જ્યાં ગૌતમ અદાણીએ ટોચનું સ્થાન મેળવ્યું છે. આ વખતે આ યાદીમાં શાહરૂખ ખાન પણ સામેલ છે. તેની નેટવર્થના આંકડા પણ બહાર આવ્યા છે. આ યાદીમાં અમિતાભ બચ્ચન, રિતિક રોશન અને જુહી ચાવલાનો પણ સમાવેશ થાય છે.

શાહરૂખ ખાન એક એવું નામ જેણે અભિનયની દુનિયામાં વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં તેણે અભિનયની સાથે ગંભીર બિઝનેસમાં પણ હાથ અજમાવ્યો છે. કિંગ ખાને ઈતિહાસ રચ્યો છે અને અદાણી-અંબાણી જેવા સૌથી અમીર વ્યક્તિની યાદીમાં સામેલ થઈ ગયા છે. જ્યાં તેની જબરદસ્ત નેટવર્થના આંકડા પણ સામે આવ્યા છે. શાહરૂખ ખાને હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૪માં ડેબ્યૂ કર્યું છે. તે ૭૩૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે અમીરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે બે મોટા ઉદ્યોગો જવાબદાર છે. એક તેનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને બીજું આઈપીએલ ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સ.

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૪માં ૩૩૪ અમીર લોકોના નામ છે. આ વખતે શાહરૂખ ખાન સિવાય ઘણા બોલિવૂડ સ્ટાર્સને પણ પહેલીવાર સ્થાન મળ્યું છે. ગૌતમ અદાણી નંબર વન અને મુકેશ અંબાણી બીજા નંબરે છે. આ લિસ્ટમાં પહેલીવાર જુહી ચાવલા, રિતિક રોશન, અમિતાભ બચ્ચન અને ઘણા બોલિવૂડ સેલેબ્સના નામ સામેલ છે. શાહરૂખ ખાને મનોરંજન જગતમાં ઘણી આર્થિક સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. આ ઉપરાંત આઈપીએલમાં તેની માલિકીની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ પણ છે. તે અમીરોની યાદીમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા અબજાેપતિઓમાં આગળ છે. ટિ્‌‌વટર પર તેને ૪૪.૧ મિલિયન યુઝર્સ ફોલો કરે છે. જાે આપણે અમીરોની યાદીમાં સેલેબ્સની વાત કરીએ તો પહેલા નંબરે શાહરૂખ ખાન, બીજા નંબરે જુહી ચાવલા, ત્રીજા ક્રમે હૃતિક રોશન, ચોથા નંબરે અમિતાભ બચ્ચન અને પાંચમા નંબર પર કરણ જાેહર છે.

શાહરૂખ ખાન ઉપરાંત જુહી ચાવલાનું નામ પણ આ લિસ્ટમાં છે. તેમની સંપત્તિ ૪૬૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. જુહી ચાવલા શાહરૂખ ખાનની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની સહ-માલિક છે. હૃતિક રોશન પોતાની એથ્લેટિક કંપની HRX ચલાવે છે. આ કારણે તે ૨૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આ અમીરોની યાદીમાં સામેલ છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૪માં અમિતાભ બચ્ચન આવે છે. જેની ૨૦૨૪માં સંપત્તિ ૧૪૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પાંચમા સ્થાને ધર્મા પ્રોડક્શનના કરણ જાેહર છે, જેની કુલ સંપત્તિ ૧૪૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

 

(જી.એન.એસ)