Safeer News

Breaking News from Ahmedabad

દેશ

પતિ-પત્ની વચ્ચે ભરણપોષણ અંગેના કેસમાં ન્યાયાધીશની ટિપ્પણીએ મહિલાના વકીલને ચૂપ કરી દીધા

બેંગ્લુરુ,તા.૨૨

સુનાવણી દરમિયાન મહિલાના વકીલે કહ્યું કે, તેના અસીલને તેના પતિ પાસેથી દર મહિને ૬ લાખ રૂપિયાની ભરણપોષણની જરૂર છે.

પતિ-પત્ની વચ્ચે ભરણપોષણ (bengaluru family court – maitenance case of Husbund and Wife) અંગે ચાલી રહેલા બેંગ્લુરુ ફેમિલી કોર્ટ કેસમાં ન્યાયાધીશની ટિપ્પણીએ મહિલા વકીલને ચૂપ કરી દીધા હતા. ખરેખર, કોર્ટ કેસની દલીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં મહિલાના વકીલે ભરણપોષણના નામે પતિ પાસેથી દર મહિને ૬ લાખ રૂપિયાની માંગણી કરી હતી.

વકીલે મહિલાના ખર્ચની પણ ગણતરી કરી. તેના પર ન્યાયાધીશે કહ્યું કે, જાે મહિલા પાસે આ પ્રમાણે ખર્ચ છે તો તેને પોતે જાતે કમાવા દો. જજની આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર પણ ઘણી વાયરલ થઈ છે. વાયરલ વીડિયોમાં સુનાવણી દરમિયાન મહિલાના વકીલે કહ્યું કે, તેના અસીલને તેના પતિ પાસેથી દર મહિને ૬ લાખ રૂપિયાની ભરણપોષણની જરૂર છે. કહેવામાં આવ્યું હતું કે, ખાવા માટે દર મહિને ૬૦ હજાર રૂપિયા, જૂતા, કપડાં, બંગડીઓ અને અન્ય વસ્તુઓ માટે દર મહિને ૧૫ હજાર રૂપિયાની જરૂર છે.

આ સાથે મહિલાના વકીલે જણાવ્યું કે, ડોકટરનું બિલ, ફિઝિયોથેરાપી અને ઘૂંટણની સમસ્યાને લગતા અન્ય મેડિકલ ખર્ચ માટે દર મહિને લગભગ ૪ થી ૫ લાખ રૂપિયાની જરૂર છે. કોર્ટમાં કેસની સંપૂર્ણ સુનાવણી બાદ ન્યાયાધીશે કહ્યું કે, જાે તે ઈચ્છે તો તે પોતે પૈસા કમાઈ શકે છે. કૃપા કરીને કોર્ટને એ જણાવશો નહીં કે, વ્યક્તિને કેટલા રૂપિયાની મહિને જરૂર પડે છે. તમે દર મહિને ૬,૧૬,૩૦૦ રૂપિયાનો દાવો કર્યો છે. શું કોઈ દર મહિને આટલો ખર્ચ કરે છે..?

કોર્ટે કહ્યું કે, જાે એકલી મહિલાનો ખર્ચો આટલો છે તો તેને પોતે કમાવા દો, તે પતિ પર કેમ ર્નિભર છે. સંભાળ રાખવા માટે કોઈ બાળકો નથી કે, અન્ય કોઈ કુટુંબની જવાબદારીઓ નથી. તમે તમારા માટે આ માંગ કરી રહ્યા છો જે યોગ્ય નથી. ન્યાયાધીશે તેને બેંગલુરુ ફેમિલી કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સ્વીકાર્ય રકમ આપવા માટે ઓર્ડર કર્યો હતો. જાે આમ કરવામાં નહીં આવે તો અરજી ફગાવી દેવામાં આવશે તેવું પણ વકીલને કહી દેવાયું હતું.

 

(જી.એન.એસ)