Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

રક્ષાબંધનના પાવન પર્વ પર ગુજરાતી ફિલ્મ “ભાઈની બેની લાડકી” અશોક સિનેમા ખાતે રજૂ થઈ

(રીઝવાન આંબલીયા)

ફિલ્મની સ્ટોરી “ભાઈની બેની લાડકી” ભાઈ-બહેનના પ્રેમની વાત તો છે જ પણ સાથે સાથે એક્સ્ટ્રા ઓર્ડિનરી મસાલા સ્ટોરી પણ વણી લેવામાં આવી છે.

“ભાઈ ની બેની લાડકી” 🎥 ગુજરાતી ફિલ્મ રીવ્યુ Jayesh Vora

શુક્રવારના રોજ રીલીફ રોડ ઉપર આવેલ અશોક સિનેમામાં “ભાઈની બેની લાડકી” સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું 40 ફૂટનું ઉભુ કટ ઓફ બેનર અને આડુ 30 ફૂટનું બેનર બનાવેલ. બહુ જોરદાર ઢોલ નગારા સાથેના ચાહક મિત્રો સાથે વરઘોડો કાઢીને ફિલ્મની રજૂઆત થઈ.

રીલીફ રોડ પર આવેલ અશોક સિનેમા ખાતે મળતી માહિતી મુજબ એક દીવસમાં 700 લોકોએ ટિકિટ બુક કરી સ્પેશિયલ ફિલ્મ માણી જે જોતા વિક્રમ ઠાકોર ભાવવિભોર થઈ ગયા હતા.

નડિયાદમાં ટેકનિકલ ખામી હોવા છતાં 11:30 વાગે પણ લોકો ફિલ્મ જોઈને ગયા અને આજના તમામ શો હાઉસફુલ થઇ ગયા હતા. ઘણી બધી જગ્યાએ.. મેં પોતે અત્યારે ફિલ્મ જોઈ, અને બહુ જ મજા આવી, પબ્લિકના રિવ્યુ લીધા એક અનેરો ઉમંગ લોકોમાં દેખાતો હતો. એક બે ભાવવાહી દ્રશ્યો પણ જોયા કે, રક્ષાબંધન પહેલા જેમણે પિક્ચર જોયું છે, તેઓ વર્ષે તો ભાઈ બહેનનું સમાધાન કરી લેવું છે, લોકોને આવી વાતો કરતાં સાંભળતા પિક્ચરનો જે મેઇન ગોલ છે કે, “ભાઈની બેની લાડકી” જે ટાઈટલ છે એ કામ સાર્થક થયું હોય એવું લાગે છે.

નિર્માતા, ડાયરેક્ટર, એકટર, કે.કે મકવાણાને આટલી સરસ ફિલ્મ બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન

ફિલ્મની સ્ટોરી વિશે વાત કરું તો “ભાઈની બેની લાડકી” ભાઈ-બહેનના પ્રેમની વાત તો છે જ પણ સાથે સાથે એક્સ્ટ્રા ઓર્ડિનરી મસાલા સ્ટોરી પણ વણી લેવામાં આવી છે. ઘણી બધી સસ્પેન્સ છે, એમાં લખીશ તો ફિલ્મ જોવાની મજા નહીં આવે, બહુ જ સરસ ફિલ્મ બની છે. ઘણી વાતો નહીં લખી શકું જોઈ લેજો, બહુ મજા આવશે, અને નાના નાના જે અંતરિયાળ ગામડા છે મિડીયમ સિટી છે. જ્યાં હજીય ભાઈ-બહેનના પ્રેમના હજુ સંબંધો તાજા છે.

કહેવાતા એજ્યુકેશનના નામે ક્યાંક નહીં ને ક્યાંક આપણે લોકો સંબંધોની ગરિમા જાળવી શક્યા નથી, તો એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ ફુલ ફેમિલી સાથે તહેવારોમાં જ્યારે પણ સમય મળે કે, જોઈ આવજો.

કેપ્રીકોર્ન ફિલ્મ પ્રોડકશન હાઉસ પ્રસ્તુત ઇન એસોસિએશન શ્રી હરિ મોહન ફિલ્મસ, અને ડી એમ કોટવાલ ફિલ્મ, પ્રભાવી ફિલ્મસ, બધાએ સાથે મળીને રજૂઆત કરી છે. નિર્માતા કે.કે મકવાણા સાહેબે કથા સંવાદ પણ લખેલ છે. વિક્રમભાઈ ઠાકોરનું તમને અભિનય સાથે ગીત પણ જોવા મળશે, જે જોવાની બહુ મજા આવે છે.

ઇન્ટરવલ પછી જીતુભાઈની એન્ટ્રી થાય છે… જીતુભાઈ પંડ્યા એમનો ચાહક વર્ગ બહુ મોટો છે, જેવો ખુશ ખુશાલ જોવા મળ્યા, ઇન્ટરવલ પછી લોકો રાહ જોતા હતા કે, કેમ દેખાતા નથી, તેઓને જોઇને સંતોષ થયો.
બેનના રોલમાં એક નવો ચહેરો હિરોઈન તરીકે રજૂ કર્યું છે જેની એક મહિનામાં બે ફિલમ રજૂ થઈ. અન્સી બારોટ નામ છે, બહુ જ સરસ નવોદિત ચહેરો તો છે જ, પણ તમને એનો અભિનય પણ ખૂબ જ લાગણીશીલ લાગશે, ગમશે, એમને પણ તેમના નવા વર્ક માટે અને આગળની જર્ની માટે ખૂબ ખૂબ અભિનંદન…

સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હોય એટલે ફાઈટિંગમાં તો શું કહેવાનું એકદમ તમને એવું લાગશે કે, સાઉથની ફિલ્મ ચાલી રહી છે અને જે કેબલ ફાઇટ આવે છે દર્શકો આફરીન થઇ જાય છે. આખરે ફિલ્મને નાના લેવલે નહીં સમજતા. કેમેરા વર્કથી લઈને બધું જ એક બોલીવુડ જેવી કમ્પ્લીટ ટ્રીટમેન્ટ સાથેની ફિલ્મ છે. જોજો કંપની જે મનોરંજન સાથે જોડાયેલી છે એને જાહેરાતમાં સાથ આપી રહી છે. બહુ મજાની ફિલ્મ છે સહકુટુંબ સાથે જોઈ આવજો.. પૈસા વસૂલ બહુ જ મજા આવશે તેની ગેરંટી.

હજુ એક વાત લખી આપુ જે દિવસથી આપણે લોકો પુરણપોળીમાંથી પિઝાની મજા માણવા માંડ્યા છીએ. એ દિવસથી મહેનતની બદલે રેડીમેડ ખાવા મંડ્યા છીએ સ્વાદ માટે ઘરની બદલે હોટલમાં જવાનું શરૂ કર્યું એ દિવસથી બહેનનો પ્રેમ પેમેન્ટ (રૂપિયા)માં ફરી ગયો…? સાચો પ્રેમ રહ્યો જ નહીં…!
—————————
કલાકારો પર એક નઝર
સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, આંશી બારોટ, આરઝુ લીમ્બચીયા, જીતુ પંડ્યા, કે.કે મકવાણા, ધવલ ગોસ્વામી, સંજય પટેલ, યામિની જોશી, સોનલ નાયર, મૌલિક પાઠક, પરેશ ભટ્ટ, દેવ ઠાકર, હિતેશ ઠાકર, અભિગ્ના મહેતા..

સ્ટોરી-સ્ક્રીનપ્લે-ડાયલોગ-દિગ્દર્શન : કે કે મકવાણા
પ્રોડ્યુસર : કે.કે મકવાણા
કો પ્રોડ્યુસર : ડી.એમ. કોટવાલ ફિલ્મ, શ્રી હરી મોહન ફીલ્મ, અનિલ સોનેજી, વિરાજ, દીપેન ભાનુશાલી
એજ્યુકેટીવ પ્રોડ્યુસર : નિતીન બાલાસારા.
લાઈન પ્રોડ્યુસર : રોનક નાયક,
કેમેરામેન : હિતેશ પૂનમ બેલદાર લાલજી બેલદાર,
એડિટર : કાવીરસિંહ ચૌહાણ
એસોસીએટ ડિરેક્ટર : જયેશ પરમાર
કોરિયોગ્રાફર : રામદેવન, અશ્વિન ગોહિલ, દીપક તુરી
ફાઇટ : દિલીપ યાદવ
મ્યુઝિક : રંગત સ્ટુડિયો અમિત બારોટ
પોસ્ટ પ્રોડક્શન : એરોમા ફિલ્મ, ડીઆઇ : રાવળ જયદીપ, પોસ્ટર ડિઝાઇન : અજય ચાચડીયા
આર્ટ ડિરેક્ટર : ચેતન ચુડાસમા
કોસ્ચ્યુમ ડિઝાઇન : રજત ભટનાગર.
પ્રોડક્શન : ભાવેશ રાઠોડ. મેકઅપ : રાકેશ રાઠોડ
હેર : વર્ષા મહેતા.

ગુજરાતી ફિલ્મ રીવ્યુ (Jayesh Vora)