Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનનો અનોખો સેવા યજ્ઞ

(રીઝવાન આંબલીયા)

રક્ષાબંધન સ્પેશિયલ સેલિબ્રેશન – ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશન દ્વારા ૧૦ ઓગસ્ટના રોજ નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ,તા.૧૦

અમદાવાદના ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા રક્ષાબંધન સ્પેશિયલ સેલિબ્રેશન અંતર્ગત ‘નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ના બાળકો માટે ૧૦ ઓગસ્ટના રોજ સાંજે ૫.૦૦ થી ૭.૦૦ કલાકે અમદાવાદના એલિસબ્રીજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાઈ કામો કરનાર ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખી સામજિક પહેલ કરવામાં આવી છે. પતંગ હોટેલ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, આ પ્રોજેકટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી ૫૦ ગરીબ બાળકોને પતંગમાં બ્રેકફાસ્ટ કરાવવા માટે લાવી રહ્યા છે, જેથી આ બાળકો ઊંચાઈએથી અમદાવાદનો નજારો માણી શકે.

આમ, અમદાવાદની આન, બાન અને શાન ગણાતી એવી હોટલ પતંગમાં ‘નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભર્યો છે.