Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“વિકલાંગ સહાયક કેન્દ્ર” અને “શામ સેવા ફાઉન્ડેશન”દ્વારા ફ્રી નોટબૂક, સ્કૂલ બેગ તથા નવા કપડાનું વિતરણ કરાયું

અમદાવાદ,03/08/2024

વટવામાં જરૂરિયાતમંદ બાળકોને શેક્ષણિક કીટનું  વિતરણ કરવામાં આવ્યું 

શહેરના વટવા ખાતે “વિકલાંગ સહાયક કેન્દ્ર” અને “શામ સેવા ફાઉન્ડેશન” દ્વારા ફ્રી નોટબૂક, સ્કૂલ બેગ તથા નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કર્યાક્રમમાં “વિકલાંગ સહાયક કેન્દ્ર”ના પ્રમુખ બાબુભાઈ સાબુવાલા અને “શામ સેવા ફાઉન્ડેશન”ના ચેરમેન મગનભાઈ એચ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના હસ્તે બાળકોને નોટબૂક, સ્કૂલ બેગ તથા નવા કપડા આપીને બાળકોના ચેહરા પર મુસ્કાન લાવ્યા હતા.