Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

“ઓલિયા-એ-ગુજરાત”- ભાગ ૪ : હઝરત નસરુલ્લાહ સાહબ અલ્વી ઉલ હુસેની (રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી)

હઝરત નસરુલ્લાહ સાહબ અલવી ઉલ હુસેની (રેહ્મતુલ્લાહ અલૈહ) કહ્યું હતું કે, મારા મઝાર ઉપર છત ખુલ્લી રાખવામાં આવે. એટલે નિલો આસમાન જ મારો ગુમ્બજ છે.

હઝરત નસરુલ્લાહ સાહબ અલવી ઉલ હુસેની (રેહ્મતુલ્લાહ અલૈહ) હઝરત શાહ વજીહોદ્દીન અલવી (રેહ્મતુલ્લાહ અલૈહ)ના પિતા છે. આપનો ખાનદાન યમની છે. સૈયદ બહાઉદ્દીન પહેલા આ ખાનદાનના સંતપુરૂષ છે જે સુલ્તાન મુઝ્ઝફર શાહના સમયમાં આવ્યા.

આપના દીકરા મોઈનુદ્દીન અને એમના દિકરા હઝરત નસરુલ્લાહ સાહબ અલવી ઉલ હુસેની (રેહ્મતુલ્લાહ અલૈહ) બધા કાઝીની પદવી એ રહયા છે. કાઝી નસરુલ્લાહ ચાંપાનેરમાં સુલ્તાન મેહમુદ બેગડાના સમયમાં રહયા હતા. સુલ્તાન મુઝફ્ફર હલીમે એમને અમદાવાદમાં લાવીને પોતાના મહેલની પાસે રાખ્યા અને એમનો મકબરો પણ અહીં જ છે.

હઝરત નસરુલ્લાહ સાહબ અલવી ઉલ હુસેની (રેહ્મતુલ્લાહ અલૈહ)એ ત્રણસોથી પણ વધારે પુસ્તકો લખ્યાં છે. આપના પુસ્તકો પીર મુહમ્મદ શાહ લાયબ્રેરીમાં જોવા મળશે અને કેટલાક પુસ્તકો મુંબઈની જુમ્મા મસ્જિદમાં પણ છે. આપનો મઝાર શાહીબાગ વિસ્તારમા આવેલ છે. આપે કહ્યું હતું કે, મારા મઝાર ઉપર છત ખુલ્લી રાખવામાં આવે. એટલે નિલો આસમાન જ મારો ગુમ્બજ છે. આથી આપના મઝાર પર છત નથી. અને આના લીધે જ આપનો મઝાર જે કબ્રસ્તાનમાં છે તે કબ્રસ્તાનનો નામ પણ નીલી ગુમ્બજ જ છે.

આ કબ્રસ્તાન શાહીબાગ વિસ્તારમાં પોલીસ કમિશનર કચેરી પાસે છે. જ્યાં અલવી ખાનદાનના લોકો આરામ ફરમાવી રહયા છે. ઉર્દૂના પ્રથમ કવિ વલીગુજરાતી પણ આજ ખાનદાનમાંથી થયા હતા. આ કબ્રસ્તાનમાં જ ઉર્દૂના પ્રખ્યાત લેખકો વારીસ અલવી મઝહર ઉલ હક અલવી સહિત અલવી ખાનદાનના લોકોના મઝાર આવેલા છે. અકીદતમંદો અહીં આવીને તેમના રુહાની ફૈઝથી ફૈઝયાબ થાય છે.