Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કુલ ખાતે શૈક્ષણિક વર્ષ 2024-25નો વિદ્યાર્થી પરિષદ (સ્ટુડન્ટ કાઉન્સિલ)નો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

(મોહંમદ રફીક શેખ)

શાળાના ડાયરેક્ટર શ્રી રેવ. ફા. પેટ્રીક રીબેલો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

અમદાવાદ,તા:- 11/ 7/ 24

સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કુલ મીરજાપુર ખાતે શૈક્ષણિક વર્ષ 2024-25નો વિદ્યાર્થી પરિષદ (સ્ટુડન્ટ કાઉન્સિલ) નો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાઈ ગયો. પ્રાર્થના ગીતથી શરૂ થયેલા કાર્યક્રમની શરૂઆતમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓને તેમની જવાબદારીઓ તેમજ કાર્યક્ષેત્રની વિગતે સમજણ આપવામાં આવી હતી.

શાળાના ડાયરેક્ટર શ્રી રેવ. ફા. પેટ્રીક રીબેલો દ્વારા બાળકોમાં શાળાકીય કક્ષાએથી જ નેતૃત્વ અને વહીવટીય કુશળતાઓ જેવા ગુણોનો વિકાસ થાય, તેમજ મોટા થઈ સારા લીડર બની દેશ-સમાજની સારી સેવા કરી શકે એવા ઉમદા હેતુ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.  રાષ્ટ્રીય ગાન સાથે આ કાર્યક્રમ પૂરો થયો હતો.