Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક્રેડિટેશન નિયમો અંગેની પેટા સમિતિ ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે

ગાંધીનગર,તા.૦૯ 

માહિતી નિયામક કે.એલ.બચાણી અને રાજ્યની પ્રેસ એક્રેડિટેશન સમિતિ સહિત અમદાવાદ જિલ્લાના પત્રકારો સાથે કરી મુલાકાત

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક્રેડિટેશન નિયમો અંગેની રાષ્ટ્રીય કક્ષાની પેટા સમિતિ હાલ ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે છે. દરમિયાન મંગળવારે આ સમિતિના સભ્યોએ રાજ્યના માહિતી નિયામક સહિતના માહિતી ખાતાના અધિકારીઓ તેમજ ગુજરાત પ્રેસ એક્રેડિટેશન સલાહકાર સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી હતી.

આ દરમિયાન સમિતિએ ગુજરાત રાજ્યમાં પત્રકારો માટેના એક્રેડિટેશન કાર્ડ અંગેના નિયમોની વિગતવાર માહિતી મેળવી, આ અંગે વિશદ ચર્ચા કરી હતી. તદુપરાંત, ગુજરાત પ્રેસ એક્રેડિટેશન સલાહકાર સમિતિ તેમજ સ્થાનિક પત્રકારો પાસેથી સૂચનો મેળવ્યા હતા, જ્યારે સમિતિ દ્વારા કેટલાંક જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યાં હતાં.

 

(GNS)