Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“ABC ટ્રસ્ટ” દ્વારા હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ,તા.૭/૭/૨૦૨૪

શહેરના રાયખડ હવેલી પાસે “ABC ટ્રસ્ટ” દ્વારા  રવિવારના રોજ હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ એબીસી ટ્રસ્ટ સેન્ટરના ઉપક્રમે તદ્દન રાહત દરે રાખવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં 30 જેટલા લોકોએ લાભ લીધો હતો. જેન્ટ્સનો હિજામા  ડૉ. અમ્માર અને ફિમેલનો ડૉ. અસ્ફિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં “એબીસી ટ્રસ્ટ”ના પ્રેસિડેન્ટ જી.એ શેખ (મુન્ના ભાઈ) ખાસ ઉપસ્થિત રહીને લોકોને સેવા આપી હતી.