Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો

મેડિકલ સ્ટુડન્ટ પણ ડ્રગ્સના સકંજામાં સપડાતા ગંભીર ચિંતાનો વિષય છે.

અમદાવાદ,તા. ૧૮
દેશમાં અને રાજ્યમાં પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. પરંતુ હવે તો જાણે હદ થઈ ગઈ છે જ્યારે લોકોને જીવન દાન આપતા ડોકટર જ ડ્રગ્સ લેતા ઝડપાય…

જીવનને નરક બનાવનાર ડ્રગ્સનું સેવન હવે હોસ્પિટલ સુધી પહોંચી ગયું છે. અમદાવાદમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ચકચાર મચી જવા પામ્યો છે. સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ એસવીપીમાં આવીને ડ્રગ્સ લેતો ઝડપાયો છે. સિક્યુરિટી સ્ટાફની પૂછપરછમાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે. આ મામલે મળતી માહિતી અનુસાર સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ છેલ્લા ઘણા દિવસોથી એસવીપી હોસ્પિટલમાં આવતો હતો.

મેડિકલ સ્ટુડન્ટ પણ ડ્રગ્સના સકંજામાં સપડાતા ગંભીર ચિંતાનો વિષય છે. તો બીજી તરફ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના દરિયાકાંઠા પરથી બિનવારસી ડ્રગ્સ અને ચરસના કરોડોના જથ્થા જપ્ત થઈ રહ્યા છે. તો અહીં મોટો સવાલ એ થાય કે, રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા ડ્રગ્સ આવ્યો ક્યાંથી..? આ નશાકારક પદાર્થ લોકો સુધી પહોંચે તે પહેલા પોલીસ ઝડપી લે છે પણ આ પ્રતિબંધિત વસ્તુનો વેપાર કરનાર ક્યારે પકડાશે..?

 

(જી.એન.એસ)