Safeer News

Breaking News from Ahmedabad

કોરોના ગુજરાત

21 જૂનથી ગુજરાતમાં તમામ સેન્ટર્સ પર 18થી 44ની વયના લોકો માટે “વોક-ઈન-વેક્સિનેશન”

અમદાવાદ,

રાજ્યમાં 18થી 44ની વય જૂથના લોકોને આગામી સોમવાર તારીખ 21મી જૂન, 2021થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન પૂર્વ-રજિસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વૉક-ઈન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજિસ્ટ્રેશન કરીને આપવામાં આવશે. સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં હાલ 18થી 44 વય જૂથમાં વેક્સિનેશન માટે અગાઉથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી સ્થળ, સમય અને તારીખનો સ્લોટ SMS દ્વારા મળ્યા મુજબ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આવું પૂર્વ-રજિસ્ટ્રેશન કરાવીને SMS મારફતે સ્લોટ મેળવેલા લોકોને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે. પરંતુ, તારીખ 21 જૂન વિશ્વ યોગ દિવસથી બપોરે 3 કલાક બાદથી પૂર્વ-રજિસ્ટ્રેશન સિવાય એટલે કે વૉક-ઈન રજિસ્ટ્રેશન અંતર્ગત રાજ્યભરના બધાં જ રસીકરણ કેન્દ્રોએ સ્થળ પર રજિસ્ટ્રેશન કરીને વેક્સિનના ડોઝની ઉપલબ્ધતાના આધારે વેક્સિનેશન કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પણ રાજ્યોને વેક્સિનેશનના પૂરતા ડોઝ ઉપલબ્ધ કરાવતા વેક્સિનેશનની આ પ્રક્રિયા વધુ વેગવંતી બનશે.

હવે આગામી વિશ્વ યોગ દિવસ તારીખ 21મી જૂન 2021થી સમગ્ર રાજ્યમાં 18થી 44ની વય જૂથના લોકો માટે બપોરે 3 કલાકથી તમામ રસીકરણ કેન્દ્રો પરથી “વૉક-ઈન વેક્સિન ઓન ધ સ્પોટ” રજિસ્ટ્રેશનથી વેક્સિન આપવાની શરૂઆત કરીને ગુજરાત આ ક્ષેત્રે પણ દેશના રાજ્યોમાં પ્રથમ પંક્તિમાં રહેવા સંકલ્પબદ્ધ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *