Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

૬ વર્ષ પૂરા ન થતાં હોય અને ધોરણ ૧માં પ્રવેશની મંજૂરી માંગતી અરજી હાઇકોર્ટે ફગાવી

રાજ્યના ૩ લાખથી વધુ બાળકોને ફરીથી KGમાં અભ્યાસ કરવો પડશે

અમદાવાદ,
કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ ૧માં પ્રવેશ માટે ૬ વર્ષ પૂર્ણ કરવા જરૂરી છે. ત્યારે કેટલાક વાલીઓએ એકઠા થઇને આ ર્નિણય સામે ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગતી અરજી કરી હતી. ધોરણ ૧માં પ્રવેશ માટે ૬ વર્ષની વય મર્યાદાને પડકારતી અરજી પર હાઇકોર્ટે મહત્વનો ર્નિણય સંભળાવ્યો છે.

હાઇકોર્ટે જણાવી દીધું છે કે, ૩ વર્ષથી નાના બાળકોને પ્રી-સ્કૂલમાં મૂકવું ગેરકાયદે છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિનો અમલ ધીરે ધીરે દરેક રાજ્યમાં કરવામાં આવી રહ્યો છે. નવી શિક્ષણ નીતિમાં ધોરણ ૧માં પ્રવેશ માટે બાળકની ઉંમર ૬ વર્ષ પૂર્ણ થઇ હોવી ફરજીયાત છે. જાે કે, હાલમાં વાલીઓ બાળકો ત્રણ વર્ષ કે, તેનાથી નાના હોય ત્યારે જ તેને પ્રિ-સ્કૂલમાં મુકી દેતા હોય છે. જાે કે, હવે ૬ વર્ષ પછી જ ધોરણ ૧માં પ્રવેશ શરુ થયો છે, ત્યારે રાજ્યના ૩ લાખથી વધુ બાળકો એવા છે કે, જેમણે ૫ વર્ષની ઉંમરમાં જ પ્રિ-સ્કૂલનું શિક્ષણ પતાવી દીધુ છે. જાે કે, તેઓ નવી શિક્ષણ નીતિ પ્રમાણે સત્તાવાર રીતે હજુ ધોરણ ૧માં પ્રવેશ મેળવી શકશે નહીં. ત્યારે આવા બાળકોના વાલીઓએ એકત્ર થઇને ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગતી અરજી કરી હતી. સમયાંતરે તેના પર વિવિધ દલીલો કરવામાં આવી હતી. જેમાં દલીલોના અંતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેમાં નોંધવામાં આવ્યુ છે કે, ત્રણ વર્ષ કે, તેનાથી ઓછી વય હોય તો તેવા બાળકોને પ્રી-સ્કૂલમાં મૂકવું ગેરકાયદેસર છે. એટલે કે ૬ વર્ષ પૂરા ન થતાં હોય અને ધોરણ ૧માં પ્રવેશની મંજૂરી માંગતી અરજી હાઇકોર્ટે ફગાવી છે.

આ ર્નિણયથી રાજ્યના ૩ લાખથી વધુ બાળકોને ફરીથી KGમાં અભ્યાસ કરવો પડશે. આ ઉપરાંત રાજ્ય સરકારે આ મામલે પોતાનો પક્ષ મુકતા કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે જે નિયમો બનાવ્યા છે અમે માત્ર તેને અનુસરી રહ્યા છે. રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે, કેન્દ્ર સરકારના નિયમોથી ઉપરવટ જઈને અમે કામ કરી શકીએ નહીં. સમગ્ર મામલે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, ૬ વર્ષથી નાના બાળકોને ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવશે નહીં.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *