હોસ્પિટલના જ પાંચમા માળેથી પ્રેમિકાએ લગાવી મોતની છલાંગ, “પ્રેમ કરવો ગુનો નથી પરંતુ પ્રેમથી પોતાને અને લોકોને તકલીફ આપવી ગુનો છે”
સુરતના અલથાણ વિસ્તારમાં બની ચોકાવનારી દુર્ઘટના
આ પ્રેમિકા પરિણિતા અને બે બાળકોની માતા હતી જેનું પણ મોત નીપજ્યું છે.
પ્રેમી-પ્રેમકાનો જીવ જતો રહ્યો પરંતુ નિર્દોષ બાળકોનું શું ??
આજકાલ આપણે પ્રેમ પ્રકરણ પર ખૂબ જ જોઈ રહ્યા છીએ કે પ્રેમમાં લીન એવા પ્રેમી-પ્રેમિકા પોતાનું જીવન પણ જોખમમાં મૂકે છે અને ઘણીવાર ગાંડપણ એવું માથે નાચે છે કે સામેવાળાનો જીવ લેવામાં પણ અચકાતા નથી. આ એક જુનુન કેટલાય જીવ લઈને રહેશે. વિચાર આવે છે આ કેવો આંધળો પ્રેમ !
એવો જ એક મામલો તાજેતરમાં સુરતના અલથાણ વિસ્તારમાં સામે આવ્યો જેમાં ચોંકાવનારી ઘટના બની કે પ્રેમીએ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા પ્રેમિકાએ તેને નવી સિવિલ હોસ્પિટલમાં તાત્કાલીન ખસેડ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં જ પ્રેમીનું મોત નીપજ્યું જેથી પ્રેમિકા સહન ના કરી શકતા હોસ્પિટલના જ પાંચમા માળેથી પ્રેમિકાએ લગાવી મોતની છલાંગ. આ પ્રેમિકા પરણિતા અને બે બાળકોની માતા હતી જેનું પણ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના પર પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. પ્રેમી-પ્રેમકાનો જીવ જતો રહ્યો પરંતુ નિર્દોષ બાળકોનું શું?? આજનું યુવા ધન મહેરબાની કરી આગળ પાછળ રહેલ તમામ પરિવારજનો અને પોતાનું શાંત ચિત્ત રાખી વિચાર કરે પછી જ કોઈ પગલું ભરે એવી આશા છે. “પ્રેમ કરવો ગુનો નથી પરંતુ પ્રેમથી પોતાને અને લોકોને તકલીફ આપવી ગુનો છે.”