“Happy Freindship Day” થોડા વર્ષો પહેલા મિત્રો ઓછા હતા અને સમય વઘારે, આજે મિત્રો વઘુ છે અને સમય ઓછો… આપણે ડિજીટલ જે થઈ ગયા છીએ ને..!
આમ તો દોસ્તીમાં ત્રણસોને પાંસઠ દિવસ “ફ્રેન્ડશીપ ડે” જ હોય છે પણ આજે દોસ્ત પાસેથી હક્કથી ફ્રેન્ડશીપ બેલ્ટ બંધાવી-એની પાસે ગીફ્ટ માંગવાનો દિવસ છે. આપણો બધો જ ગુસ્સો જેના પર ઉતારી શકાય એવા દોસ્તની દોસ્તીને સેલિબ્રેટ કરવાનો દિવસ આવી ગયો છે.
આજે ૬ ઓગસ્ટ એટલે કે, મિત્રતાનો દિવસ છે. થોડા વર્ષો પહેલા મિત્રો ઓછા હતા અને સમય વઘારે, આજે મિત્રો વઘુ છે અને સમય ઓછો. આપણે ડિજીટલ જે થઈ ગયા છીએ ને..! પણ મિત્રો માટેનો પ્રેમ અને મિત્રોનો મારા માટેનો પ્રેમ સતત વઘતો જ રહ્યો છે. આજે એ તમામ મિત્રો કે, જેમણે ક્યારેક ને ક્યારેક તેમના જીવનની અમુલ્ય ક્ષણો મને આપી છે. તેમનો હ્દયથી આભાર વ્યક્ત કરુ છુ અને ભવિષ્યમાં પણ તેમનો સાથ અને સહકાર મળતો રહેશે તેવી આશા રાખુ છુ. આપ સૌને મારા તરફથી “હેપ્પી ફ્રેન્ડશીપ ડે”
(Nishith Singapurvala)