હાઈપ્રોફાઈલ પુરૂષો અને મહિલાઓ સામેલ છે ? : જાણો એવું તો શું થયું કે ગુજરાત અને મહારાષ્ટ્રની પોલીસ દોડતી થઇ
મહારાષ્ટ્ર રાજ્યના અને ગુજરાતની હદને અડીને આવેલા નવાપુરમા ગેરકાયદેસર જુગારના અડ્ડા પર દરોડા પાડી 63 લોકો સામે કાર્યવાહી હાથ ધરીને 35 લાખનો કિંમતી સામાન જપ્ત કર્યો છે..
ગુજરાત અને મહારાષ્ટ્રની બોડરને અડીને આવેલ અનેક વિસ્તારોમાં ગેર પ્રવુતિ જેમ કે દારૂ જુગાર જેવી અનેક ગેરકાયદેસર પ્રવુતિઓ ચાલતી હોવાની અનેક ફરીયાદો વખતો વખત આવતી હોય છે અને જેના સંદર્ભે પોલીસ દ્વારા રેડ કરી અનેક અસમાજિક તત્વોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં પણ આવતા હોય છે.
જ્યાં આવી જ ગેર પ્રવુતિ અંગે મળેલ અંગત બાતમીના આધારે નવાપુર તાલુકાના બેડકીપાડા ગામની સીમમાં આવેલા MIDCમાં પત્રાના શેડમાં ગેરકાયદેસર જુગાર ચાલી રહ્યો હોવાની બાતમી મહારાષ્ટ્રના નાસિક અને નંદુરબાર પોલીસને મળી હતી, જેના આધારે પોલીસની ટીમએ ગેરકાયદેસર જુગારધામ સામે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. અને સાથે આ ઓપરેશનમાં પોલીસે 63 લોકોની અટકાયત પણ કરી હતી. જ્યાં તેમની સામે નવાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે આ બનાવમાં 8 કાર સહિત 35 લાખનો મોટો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ ઓપરેશનમાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના હાઈપ્રોફાઈલ પુરૂષો અને મહિલાઓ સામેલ હોવાનું મનવામાં પણ આવી રહ્યું છે..