Safeer News

Breaking News from Ahmedabad

દેશ

હવે જે લોકો આધાર કાર્ડમાં ફ્રીમાં ફેરફાર કરવા માગે છે તેઓ ૧૪ માર્ચ સુધી કરી શકશે

આધાર કાર્ડને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે જે લોકો આધાર કાર્ડમાં ફ્રીમાં ફેરફાર કરવા માગે છે તેઓ ૧૪ માર્ચ સુધી કરી શકશે. UIDAIએ માય આધાર પોર્ટલ દ્વારા આધાર વિગતોના મફત અપડેટ માટે ફરીથી સમયમર્યાદા લંબાવી છે.

UIDAIએ ૧૧ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ઓફિસ મેમોરેન્ડમ જારી કર્યું છે. OM અનુસાર, સામાન્ય લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ જાેવા મળી રહ્યો છે, જેના આધારે આ સુવિધાને વધુ ૩ મહિના એટલે કે, ૧૫ ડિસેમ્બરથી આવતા વર્ષે ૧૪ માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પછી, myAadhaar …kuxo÷ https://myadhaar.uidai.gov.in/ દ્વારા દસ્તાવેજ અપડેટની સુવિધા ૧૪ માર્ચ સુધી મફત રહેશે.

નોંધનીય બાબત એ છે કે, આ ફ્રી સુવિધા માત્ર ઓનલાઈન અપડેટ માટે જ ઉપલબ્ધ છે. જાે તમે દસ્તાવેજાે અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્રો પર ભૌતિક રીતે જાઓ છો, તો તમારે ૨૫ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે… UIDAIએ લોકોને તેમના આધાર અપડેટ કરવાની સલાહ આપી રહી છે જેમણે છેલ્લા ૧૦ વર્ષમાં આવું કર્યું નથી. આધાર સંબંધિત છેતરપિંડી રોકવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.

UIDAIએ તેની વેબસાઈટ પર કહ્યું કે, વસ્તી વિષયક માહિતીની સતત ચોકસાઈ માટે કૃપા કરીને તમારું આધાર અપડેટ કરો. જે માહિતી ઓનલાઈન અપડેટ કરી શકાય છે તેમાં નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, ફોન નંબર અને ઈમેલ આઈડીનો સમાવેશ થાય છે. ફોટો, આઇરિસ અથવા અન્ય બાયોમેટ્રિક માહિતી પણ અપડેટ કરી શકાય છે. આ માટે તમારે શારીરિક રીતે આધાર કેન્દ્રમાં જવું પડશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *