(અબરાર એહમદ અલ્વી)
હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રે.હ)નું મુબારક નામ સૈયદ મુહમ્મદ છે.
આપ હઝરત કુતબે આલમ ((રે. હ)ના મઝલા (વચેટ)ના પુત્ર છે. આપ હઝરત જહાનિયા જહાંગશ્ત (રે.હ) ના વંશજ માંથી છે. હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રે.હ)એ જાહેર ઉલુમો હઝરત સિરાજુદ્દીન ચિશ્તી (રે.હ) પાસેથી હાંસિલ કર્યા હતા. બાતિની ઉલુમો પોતાના વાલિદ હઝરત કુતબે આલમ (રે.હ) પાસેથી હાસિલ કર્યા અને આપ પોતાના વાલિદ હઝરત કુતબે આલમ ((રે.હ)ના જ મુરીદ અને ખલીફા હતાં. આપનું નામ નબિએ પાક (સલ્લાહો અલયહે વસલ્લમ)ની બશારત મુજબ મુહમ્મદ રાખવામાં આવ્યો. જ્યારે હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રે.હ)ની ઉમર ૧૭ વર્ષની થઇ તો સિલસિલએ મગરીબિયાની નેઅમત તથા ખિર્કો જે હઝરત જહાનિયા જહાંગશ્ત (રે.હ)નો ખીરકો જે હઝરત ગંજ બખ્શ
ખટ્ટૂ(રે.હ) પાસે અમાનત રૂપે હતો તે આપને હઝરત ગંજ બખ્શ ખટ્ટૂ(રે.હ)એ અતા ફરમાવ્યો.
આપ હજરત સારા લેખક પણ છે આપની લખેલી કિતાબો જાહેર થયેલી છે. આપે ઉમ્રભર અમદાવાદના રસૂલ આબાદમાં જેને આજે શાહેઆલમ કહેવામાં આવે છે ત્યાં વસવાટ કરી લીધો ત્યાંજ આપે પુરી જીંદગી વિતાવી. આપે ૬૩ વર્ષની ઉમરમાં જમાદિયુલ આખીર હી.સ. ૮૮૦ મુજબ ઈ.સ ૧૪૭૫ વિસાલ ફરમાવ્યો. આપના મુરીદ સુલ્તાન મહમૂદ બેગડાએ આપના મઝારે પૂર અનવર પર ગુંબદ બનાવ્યો તથા આપની ખાનકાહ મહમૂદ બેગડાના ઉમરા તાજખાને બનાવ્યા. આપને પાંચ દીકરા અને ચાર દીકરીઓ હતી. આજે પણ આપનો ફેઝ જારી છે. જે તા કાયમત સુધી જારી રેહશે. આજે પણ તકલીફોમાં અને બીમારીઓમાં ઘેરાયલા લોકો આ પાક દર પરથી ફૈઝયાબ થાય છે.હઝરત શહેઆલમ હમ શબીએ નબી છે એટલે આપની સૂરત રસુલ્લલાહ સલ્લલાહો અલયહે વસલ્લમની સુરતથી મળતી આવે છે.
“શાહેઆલમ વલી હમ શબીએ નબી ઉનકી નુરાની સુરત પે લાખો સલામ“