હઝરત બાવા તવકકલ (રહમતુલ્લાહ અલયહે)ના મઝાર ઉપર અહમદાબાદ શહેર સહિત ગુજરાત અને હિન્દુસ્તાનમાંથી તમામ બીમારીઓ નાબૂદ થાય, શાંતિ, સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા દેશ પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવી હતી.
શહેરના પાલડી કોચરબ કબ્રસ્તાન ખાતે આવેલ હઝરત બાવા તવકકલ (રહમતુલ્લાહ અલયહે)નો મઝાર શરીફ છે. અહમદાબાદ શહેરની સ્થાપનામાં ચાર અહેમદ અને ૧૨ બાવાઓનો રૂહાની ફાળો બહુમુલ્ય છે. આ બાર બાવાઓ પૈકી શહેરના પાલડી કોચરબ કબ્રસ્તાન ખાતે આવેલ હઝરત બાવા તવકકલ (રહમતુલ્લાહ અલયહે)ના ઉર્ષની મોહરમના ૧૯ ચાંદના રોજ શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી હતી.
સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીની આગેવાનીમાં હજરત બાવા તવકકલ (રહમતુલ્લાહ અલયહે)ના મજાર શરીફ પર ગલેફ અને ચાદર પેશ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હાજી મોહમ્મદ આરીફ ભાઈ, સલીમભાઈ મુનશી, મોહસીન કાગદી, રફીક શેખ, ઝુબેર શેખ, ઈકબાલ તિરમીઝી, અમૃતભાઈ, અબ્દુલ્લાભાઈ પઠાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમગ્ર અકીદતમંદોએ અહમદાબાદ શહેર સહિત ગુજરાત અને હિન્દુસ્તાનમાંથી તમામ બીમારીઓ નાબૂદ થાય, શાંતિ, સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા દેશ પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવી હતી.