સુરત,
સુરતમાં સ્પાની આડમાં લલનાઓ પાસે દેહ વેપાર કરાવી અને ગોરખધંધા ચાલતા હોવાની સતત સુરત પોલીસને ફરિયાદ મળી રહી છે જ્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં આ પ્રકારના ગોરખધંધાની જાણકારી મળતા પોલીસે છાપો મારી ૬ લલના અને બે ગ્રાહકોને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં દેહવેપારના ધંધામાં એ પ્રકારે વેગ મળી રહ્યો છે તેને લઈને સામાન્ય વ્યક્તિઓ હેરાન થઇ રહ્યા છે જાેકે આ મામલે સતત પોલીસ કંટ્રોલરૂમને ફરિયાદો મળી રહી છે ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા મિડાસ સ્કેવર નામના બિલ્ડિંગમાં પણ આજ પ્રકારે સ્પાની આડમાં મસાજ પાર્લરના નામે ધંધો ચાલતો હોવાની ફરિયાદ સુરત પોલીસને મળતા ગઈકાલે મોડી સાંજે પોલીસે આ મામલે છાપો માર્યો હતો.
પોલીસે છાપો મારતા જ સ્પામાંથી છ જેટલી લલના અને બે ગ્રાહકો મળી આવ્યા હતા. જાેકે પોલીસે તપાસ કરતાં આ સ્પામાંથી અનેક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી હતી. જાેકે આ સ્પા લાંબા સમયથી ચાલતો હોવાને લઈને સ્થાનિકોએ પોલીસ કંટ્રોલરૂમને ફોન કરતાં પોલીસે છાપો માર્યો હતો. સુરતમાં આ પ્રકારના ૩૦૦થી વધુ સ્પા ચાલતા હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે પોલીસ અલગ-અલગ સમય પર દરોડા પાડયા પ્રકારના ગોરખધંધા કરતા તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી મોટા પ્રમાણમાં શરૂ કરી છે.