સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર વરાછા પોલીસે રેડ કરી, દેહ વ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓ, મેનેજર અને ગ્રાહકોની ધરપકડ કરી
સુરતના કાપોદ્રા ચાર રસ્તા પાસે આવેલ શ્રદ્ધા કોપ્લેક્ષમાંથી ઝડપાયું કુટણખાનું
આદર્શ સ્પામાંથી ત્રણ લલના, મેનેજર અને છ ગ્રાહકોને ઝડપી પાડ્યા
ટ્રાફિક ઇમોરલ એક્ટ અંતર્ગત કરવામાં આવી કાર્યવાહી એજન્ટ, સંચાલક અને દુકાન માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા
સુરત,
સુરતના કાપોદ્રા ચાર રસ્તા પાસે આવેલ શ્રધ્ધા કોમ્પ્લેક્ષમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર વરાછા પોલીસે રેડ કરી હતી. જેમાંથી દેહ વ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓ મેનેજર અને ગ્રાહકોને પકડી પાડી ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં અનેક પ્રકારની ગેરપ્રવૃત્તિઓ ચાલી રહી છે જેને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કારવો પડે છે જેમાં ખાસ દેહ વ્યાપારનો ધંધો રહેણાંક વિસ્તારમાં ધમધમતા સભ્ય સમાજના લોકો શરમ અનુભવે છે ત્યારે આવી જ પ્રવૃત્તિ સામે વરાછા પોલીસે લાલ આંખ કરી હતી. વરાછા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે સર્વેલન્સના ધર્મેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, કાપોદ્રા ચાર રસ્તા પાસે શ્રદ્ધા કોમ્પ્લેક્ષમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. જે હકીકત આધારે પોલીસે ખાતરી કરવા ડમી ગ્રાહક મોકલ્યો હતો અને માહિતી સાચી રેહતા વરાછા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જ્યાં રેડ દરમિયાન અનેક વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી જેને લઈને પોલીસ દ્વારા લલનાઓ સહિત ગ્રાહકોને વરાછા પોલીસ મથક લાવવામાં આવ્યા હતા જ્યાં તપાસ કરતા છેલ્લા ઘણા સમયથી ગોરખધંધા ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જેમાં વરાછા પોલીસે ત્રણ લલના સાથે એક મેનેજર શિવરામ સ્વાઈ અને ગ્રાહકો સંજય ગઢદરા, વિપુલ જાની, ફેઝલ કડીવાળા, સમીર પરિયાણી, રમેશ ધડુક અને સીમાંચલની ધરપકડ કરી હતી અને તેમની સામે ટ્રાફિક ઇમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે અન્ય ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં એક દુકાન માલિક ગોરધન ધોળકિયા હોવાનું પણ બહાર આવ્યું હતું હાલ વરાછા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂપિયા સહિત મોબાઈલ ફોન મળી 53 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.