સ્ટાર્ટઅપ ડિવાઈસ થકી સમાજ કલ્યાણ : વિ હિયર ઈયર+ડિવાઈસ થકી સાંભળવાની ક્ષતિનો કોઈ પણ સર્જરી વગર ઈલાજ
(રીઝવાન આંબલીયા)
વિ હિયર ઈયર+ ડિવાઈસ થકી સાંભળવાની ક્ષતિનો કોઈ પણ સર્જરી વગર ઈલાજ આ એક ઈશ્વરીય કામની વાત છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમજ ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું એક સંપૂર્ણ પ્રગતિશીલ, સક્ષમ સમાજ સમગ્ર ભારતવર્ષ હોય તેનો ભાગ છે.
આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, માજી મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા, ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, અમદાવાદ જીલ્લા ઉપપ્રમુખ રમેશ મકવાણા, કલેકટર સંદિપ સાંગલે અને ડીડીઓ અનિલ ધામેલિયાના હસ્તે દિવ્યાંગ સમીપે કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોને અલગ અલગ સાધનો અને સુવિધાઓ આપવામાં આવી હતી. કુલ ૨૧ જેટલી દિવ્યાંગતા છે જેમાંની એક દિવ્યાંગતા એટલે કે “સાંભળવામાં ક્ષતી”. આ દિવ્યાંગતા ધરાવતા કુલ ૧૫૭ બાળકોમાંથી ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદ તરફથી કુલ ૧૯ બાળકોને “વિ હિયર ઇયર+ ડીવાઈસ” નિ:શુલ્ક પણે આપવામાં આવ્યા અને બાકી રહેતાને બાળકોને ટૂંકમાં આપવામાં આવશે.
આ ડીવાઈસ તે કોઈ પણ જાતની સર્જરી વગર ૧૦૦% બહેરાશ ધરાવતા બાળકોને સાંભળવામાં તેમજ અવાજ મેળવવામાં મદદરૂપ રહેશે. તેમજ આગળ સ્પીચ થેરાપીની મદદથી તેઓ બોલતા પણ થઈ જશે અને સમાજના ભાગ થશે. ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદના ચેરમેન ડૉ. હર્ષદ શાહ, વાઇસ ચેરમેન શ્રુતિ ચૂડગર, પ્રોજેક્ટ ડાયરેક્ટર વિરલ જોશી તેમજ વિ હિયર ડિવાઈસના સંશોધનકર્તા કનિષ્ક પટેલ, તેમજ કંપની ડાયરેક્ટર રાજ શાહ અને વિજય શાહનું સન્માન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહાનુભવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
સાંભળવામાં ક્ષતી ધરાવતા બાળકોની પ્રાથમિક ઓળખ માટે સમગ્ર શિક્ષા વિભાગના જિલ્લા મુખ્ય અધિકારી રાકેશ વ્યાસ અને જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર રાજેન્દ્ર ચૌહાણ અને તેમની ટીમે ગામડે ગામડે જઈને ટેસ્ટીંગ કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પ્રોજેક્ટને પ્રથમ દિવસથી જ જીલ્લા વિકાસ અધિકારી અનીલ ધામેલીયાએ અનુમતી આપી. ફક્ત ૮ દિવસનાં ટૂંકા ગાળામાં ૧૭૧ બાળકોને તપાસ કરવા માટે, તેમજ સરકારના અધિકારીઓએ પણ શ્રમ કરીને સફળતા પૂર્વક સમગ્ર અમદાવાદ જિલ્લાને સાંભળતા કરવાનું સાહસ કરીને નવી વાત સાક્ષાત કરી. જે આજે એક ઈશ્વરીય ઐતિહાસિક ઘટના બની હતી.