તાલિબાનના સમર્થનમાં પોસ્ટ કરનાર લોકોને આસામ પોલીસે જેલમાં ધકેલ્યા
નવી દિલ્હી,
તાલિબાનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવાના આરોપમાં આસામમાં અલગ અલગ વિસ્તારોમાંથી ૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવાર રાતથી આવા લોકોને પોલીસ પકડવા માંડી હતી. તમામ પર આઈટી એક્ટ અને બીજી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ દેશમાં કેટલાક લોકો એવા છે જેઓ ખુલીને તાલિબાનનુ સમર્થન કરી રહ્યા છે. આસામ પોલીસના એક અધિકારીનુ કહેવુ છે કે, પોલીસ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે અને ભડકાઉ પોસ્ટ મુકાનારાને છોડવામાં નહીં આવે. તેમની સામે આકરી કાર્યવાહી કરાશે. આ પ્રકારની હરકતો રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન કરનારી છે. ઉલ્લેખનીય છે કે, શાયર મુનવ્વર રાણા અને સમાજવાદી પાર્ટીના સાંસદ સહિતના લોકોએ પણ તાજેતરમાં તાલિબાનને સમર્થન આપતા નિવેદનો આપ્યા હતા.
(જી.એન.એસ.)