મુંબઈ,તા.૧૫
બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ ગત લાંબા સમયથી તેની દરિયાદિલીને કારણે ચર્ચામાં છે. એક્ટરે કોરોના કાળમાં ગરીબ પરિવારોની મદદ કરવા માટે દરેક સંભવ પ્રયાસ કર્યો હતો. પછી તે વિદેશમાં ફસાયેલાં વિદ્યાર્થીઓને સ્વદેશ લાવવાનું હોય કે કામ કાજ માટે ખેડૂતને ટ્રેક્ટરની જરૂર હોય કે પછી વિદ્યાર્થીને ઓનલાઇન ક્લાસ માટે મોબાઇલની જરૂર હોય. આ તમામની મદદ સોનૂ સૂદે કરી હતી. સોનૂ સૂદે હવે જે પગલાં ઉઠાવ્યાં છે તેનાંથી એક બે નહીં પણ ૧૦ કરોડ લોકોને મદદ મળશે. સોનૂ સૂદે તેનાં એક મહત્વકાંક્ષી પ્લાનની ટિ્વટર પર જાહેરાત કરી છે. તે દેશનાં ૧ લાખ બેરોજગાર લોકોને નોકરી આપશે. સોનૂ સૂદની આ જાહેરાત બાદ તેનાં દરેક તરફ વખાણ થઇ રહ્યાં છે. સોનૂ સૂદે તેની ટિ્વટમાં લખ્યું છે કે, ‘નવું વર્ષ, નવી આશા. નવી નોકરીની તક અને તે તકને આપની નજીક લાવતા, નવાં અમે.. પ્રવાસી રોજગાર હવે છે ગુડવર્કર. આજે જ ગુડવર્કર એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને તમારી ઉત્તમ કાલની આશા કરો.’ સોનૂ સૂદે આ એપને ડાઉનલોડ કરવા માટે તેની એક લિંક પણ શેર કરી છે. સોનૂ સૂદ મુજબ, આ એપ દ્વારા તે ૧૦ કરોડ લોકોનું જીવન બદલવાનો પ્રાયસ કરી રહ્યો છે. નોકરીની શોધમાં લાગેલા બેરોજગારમાં સોનૂ સૂદની આ ટિ્વટ જાેયા બાદ ઉત્સાહ આવી ગયો છે. ઘણાં યુઝર્સ કમેન્ટ કરતાં સોનૂ સૂદનાં આ સાહસિક પગલાંનાં વખાણ કરી રહ્યાં છે.