માત્ર છ મહિનામાં રોકાણ કરેલા રૂપિયા ડબલ તેવી લાલચ આપીને છેતરપિંડી કરાઈ છે. રોકાણ કરી રૂપિયા ડબલ થવાની લોભામણી સ્કીમમાં આવીને ઘણીવાર લોકો છેતરપિંડીનો ભોગ બની જતા હોય છે. ત્યારે એવો જ વધુ એક કિસ્સો સુરતના હરણી વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં એસબીઆઈના લોન વિભાગના પૂર્વ કન્સલટન્ટ-એસ્ટેટ બ્રોકર અને તેના મિત્રો સાથે 70.70 લાખની છેતરપિંડી થઈ છે. આ મામલે ભોપાલ અને સુરતના બે ભેજાબાજો વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ તરસાલીમાં કલ્યાણ નગરમાં રહેતા અશોક ચંદ્રપ્રકાશ દૂબે જમીન લે-વેચનો ધંધો કરે છે. અગાઉ તેઓ સરકો નામની કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે એસ.બી.આઇ. બેન્કના લોન તથા ક્રેડિટ કાર્ડ કન્સલ્ટિંગનું કામ કરતા હતા. હરણી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, બેન્કનું કામ કરતો હતો. તે સમયે અલ્હાદ ડોંગરે (રે.ગણપતિ મંદિરની સામેની ગલીમાં, દાંડિયાબજાર) સાથે વર્ષ – 2017માં પરિચય થયો હતો. તેઓ અલકાપુરીમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરતા હતા. ફરિયાદી અશોક દુબેએ આરોપ મુકયો હતો કે, તેઓએ લાલચ આપી હતી કે, માત્ર છ મહિનામાં રોકાણ કરેલા રૂપિયા ડબલ થઇ જશે, રૂપિયા ડબલ થવાની લોભામણી સ્કીમમાં આવીને અમે છેતરપિંડીનો ભોગ બની ગયા.