સુરતના વરાછા વિસ્તારના બોમ્બે માર્કેટ પાસેથી કુટણખાનું ઝડપાયું
સુરતની વરાછા પોલીસે સ્પામાં પાડ્યા દરોડા સ્પાના નામે કુટણખાનું ચાલવાત ઈસમો પર કાર્યવાહી
દેહવ્યાપાર કરતી ચાર મહિલાઓને પકડી પાડી ચારેય મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
સુરત,
સુરત શહેરના વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટ પાસે આવેલી તાપ્તિ ગંગા એપાર્ટમેન્ટમાં ચાલતા કુટણખાના પર વરાછા પોલીસે દરોડા પાડ્યા હતા જેમાંથી ચાર જેટલી દેહ વિક્રિયના ધંધા સાથે સંકળાયેલ મહિલાઓને પકડી પાડી ધરપકડ કરવામાં આવી હતી જે અંગે વરાછા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના અનેક વિસ્તારોમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો છે અને જેને લઈને સભ્ય સમાજના લોકોને ખૂબ મુશ્કેલી પડી રહીં છે ત્યારે આવી પ્રવૃત્તિને ડામવા પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતની વરાછા પોલીસે સ્પામાં ચાલતા દેહ વ્યાપાર પર કાર્યવાહી કરી હતી. સુરતના વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટ પાસે આવેલ તાપ્તિ ગંગા એપાર્ટમેન્ટમાં છેલ્લા કેટલાય સમયથી દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો જેને લઈને ત્યાં વસતા લોકો અને દુકાનદારોને પણ ખાસ મુશ્કેલી પડી રહી હતી. જેને લઈને વરાછા પોલીસને માહિતી મળી હતી કે સ્પાના નામે દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે અને બહારથી લલનાઓ બોલાવીને ધંધો ચાલવતા હતા ત્યારે વરાછા પોલીસે દરોડા પાડી ચાર જેટલી લલનાઓને ઝડપી પાડી હતી જેમાં સ્પા સંચાલક ભાગી છૂટી હતી.
જોકે ચારેય લલનાઓને વરાછા પોલીસ મથક લાવીને તેમની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે જોકે આવી અનેક પ્રવૃત્તિ થઈ રહી છે જેને ડામવી જરૂરી છે.