Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરતમાં 1 કરોડ 60 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, મુંબઈથી લાવતો હતો ડ્રગ્સ

સુરતમાં 1 કરોડ 60 લાખની કિંમતનું આ ડ્રગ્સ સારોલી પાસેથી લક્ઝરી બસમાં આવતા શખ્સ પાસેથી ઝડપાયું હતું. 

ગુજરાતમાં મોટા શહેરોમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. ત્યારે આ વખતે સુરતથી ડ્રગ્સ ઝડપાયું હતું. સુરતના સારોલી ખાતેથી 1 કરોડ 60 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. મુંબઈથી એક શખ્સ સુરત ડ્રગ્સ લઈને આવ્યો હતો. પોલીસને શંકા જતા બેગ તપાસતા તેમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. સુરતમાં 1 કરોડ 60 લાખની કિંમતનું આ ડ્રગ્સ સારોલી પાસેથી લક્ઝરી બસમાં આવતા શખ્સ પાસેથી ઝડપાયું હતું. 

મળતી વિગતો અનુસાર અફ્ઝલ ઉર્ફે ગુરુ સુબ્રત અલી સૈયદ લક્ઝરી બસમાં મુંબઈથી સુરતમાં આ પ્રકારે અવાર નવાર સામાન્ય માણસની જેમ મુસાફરી કરીને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. મુંબઈથી સુરતની સફર તે કોઈને શંકા ના જાય તે માટે લક્ઝરી બસમાં જ કરતો હતો. ટ્રાવેલિંગ બેગમાં એમડી ડ્રગ્સ લાવીને તેણે ત્રણથી ચાર વાર આ રીતે વેચતો હતો. ત્યારે પોલીસને આ પ્રકારે બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે ચોક્કના રહીને ડ્રગ્સ મામલે બાજ નજર રાખતા આ શખ્સ ત્યાંથી નિકળતા તેની બેગ તપાસવામાં આવતા ડ્રગ્સ પકડાયુ્ં હતું.

પોલીસ દ્વારા તેના મોબાઈલ સહીતનો સામાન જપ્ત કરીને મોબાઈલના આધારે અન્ય સાગરીતોની તપાસ પણ હાથ ધરી છે. શરહદ પર ઉપરાંત અત્યારે શહેરોમાં પણ પોલીસ દ્વારા ડ્રગ્સ પકડવા મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *