હાઈકોર્ટના ચુકાદાને યુનિવર્સિટીએ માન્ય રાખી ડીગ્રી આપી
સુરત,તા.૦૩
અધિકૃત રીતે યુવતીમાંથી યુવક બનવા સ્કૂલમાં જઇ પોતાના લિવિંગ સર્ટિફિકેટમાં નામ અને જેન્ડર બદલવાની માંગ કરી હતી, પરંતુ પ્રિન્સિપાલ પાસે આ અંગે કોઈ સત્તા ન હોવાથી તેમણે ના પાડી હતી. એટલું જ નહીં, લિવિંગ સર્ટિફિકેટમાં નામ અને જેન્ડર બદલાયું ન હોવાથી એજ્યુકેશન બોર્ડે માર્કશીટમાં અને યુનિવર્સિટીએ ઓરિજનલ ડિગ્રીમાં પણ નામ અને જેન્ડર બદલવાની ના પાડી દીધી હતી.
આખરે આ મામલો હાઈકોર્ટમાં ગયો હતો. વિદ્યાર્થીની રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટે આર્ટિકલ-૨૨૬ મુજબ તેના લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ અને ડીગ્રીમાં નામ અને જેન્ડર સુધારી આપવા આદેશ કર્યો હતો. જે પછી વિદ્યાર્થીએ હાઇકોર્ટનો ચુકાદો યુનિવર્સિટીને સુપરત કરતાં તેને રાજ્યપાલ તથા સિન્ડિકેટને મોકલાયો હતો. તેવામાં જ રાજ્યપાલ તરફથી મંજૂરી મળી જતાં સિન્ડિકેટે પણ મંજૂરી આપી હતી. આમ, કુલપતિએ તાકીદે ઓરજિનલ ડિગ્રીમાં નામ અને જેન્ડર બદલી આપ્યા હતા.
યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. કશ્યપ ખરચિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દર ૨૨ હજારમાંથી ૧ વ્યક્તિમાં આ બીમારી જાેવા મળે છે. જે જન્મથી જ હોય છે, જેમાં જે તે વ્યક્તિ બહારથી મહિલા જેવી દેખાય છે, પણ તેના શરીરમાં ગર્ભાશય તથા લિંગનો અભાવ હોય છે. આવી વ્યક્તિમાં છોકરી કરતાં છોકરાના હોર્મોન વધારે હોય છે. એન્ડ્રોજન હોમોર્ન ડેવલપ ન થતાં લિંગ પરિવર્તન કરાવવાની ફરજ પડે છે. ‘એન્ડ્રોજન ઇન્સેન્સિટિવિટી સિન્ડ્રોમ બીમારીથી પીડિતાએ જ લિંગ પરિવર્તન કરાવ્યું છે. છોકરીમાંથી છોકરો બન્યો છું તો હવે મને નામ અને જેન્ડર બદલી નવી ઓરિજનલ ડીગ્રી આપો,’ એક વિદ્યાર્થીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને આવી એપ્લિકેશન કરતાં કુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામક ચોંકી ગયા હતા, જેથી યુનિવર્સિટીએ આ એપ્લિકેશન રાજ્યપાલ ઉપરાંત સિન્ડિકેટને મોકલી આપી હતી. જાેકે બંને તરફથી મંજૂરી મળી જતાં કુલપતિએ વિદ્યાર્થીનું નામ અને જેન્ડર બદલીને નવી ઓરિજનલ ડીગ્રી એનાયત કરી છે.
એક યુવતી જન્મથી એન્ડ્રોજન ઇન્સેન્ટિવિટી સિન્ડ્રોમ બીમારીથી પીડાતી હતી. તેણે ધો. ૧થી ૧૨નો અભ્યાસ ઘર પાસેની એક સ્કૂલમાંથી કર્યો હતો અને ત્યાર બાદ વીર નર્મદ યુનિવર્સિટીની અંડર ગ્રેજ્યુએટની કોલેજમાં એડમિશન લીધું હતું. જાેકે આ બીમારીને પગલે અંતે તેને પોતાના લિંગને પરિવર્તન કરાવવાની ફરજ પડી હતી. આમ, યુવતીમાંથી યુવક બનતાં સમાજમાં બદનામ ન થાય એ માટે તેણે પોતાના બર્થ સર્ટિફિકેટમાં નામ અને જેન્ડર બદલાવ્યાં હતાં.