સુરત,
સુરતની પરિણીતાને સોશિયલ મીડિયા પર બિભત્સ માગણી કરી હતી. ફેક એકાઉન્ટ પરથી અઘટિત માગણી કરતાં મેસેજ કર્યા હતાં. જેથી સરથાણા પોલીસે યુવક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે છેડતીનો ગુનો દાખલ કર્યો છે. ફરિયાદી સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવે છે. પરિણીતાને મયુર રિબાડિયા નામના ફેક એકાઉન્ટ પરથી મેસેજ આવ્યો હતો. ત્યારબાદ આ ફેક એકાઉન્ટ પરથી પરિણીતા પર મેસેજ શરૂ થઈ ગયા હતાં. દરમિયાન પરિણીતાને આ ફેક એકાઉન્ટ પરથી કોલ અને મેસેજ કરી બિભત્સ માગણી કરી હતી.
આ અંગે પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં યોગીચોક યોગીનગર સોસાયટીમાં રહેતા દર્શન મહેશ વેકરિયા સામે છેડતીની ફરિયાદ નોધાઈ હતી. આરોપીએ યુવતીનો પીછો કરી હેરાન કરતો હતો. એટલુ જ નહી આ મોબાઈલના વોટસએપ પર પોતાના હાથ પર બ્લેડ મારેલા ફોટો મોકલાવીને તેની સાથે નહી બોલીશ તો તે મરી જશે તેવી ધમકી આપતો હતો. અને તેણીના ભાઈને મારીને ભૂત બનાવી દઈશ તેવી ધમકી આપી હતી.