Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરતના યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત

સુરત,તા.૨૭
સુરતના યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કતારગામ GIDC વિસ્તારમાં આ દુખદ ઘટના બની છે. જેમાં ૩૦ વર્ષના રાધા કૃષ્ણ નામના વ્યક્તિનું ઉંઘમાં મોત થયું છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના કતારગામ GIDC વિસ્તારમાં ૩૦ વર્ષના રાધા કૃષ્ણ નામના વ્યક્તિ રાત્રે જમીને મિત્ર સાથે સુઈ ગયા હતા. પરંતુ ક્યાં ખબર હતી કે, આવતી કાલનો સુરજ તેમની જિંદગીમાં હંમેશા માટે ઉગશે જ નહીં. એમ ઊંઘમાં અટેક આવી જતા સવારે યુવાન ઉઠ્‌યો જ નહીં. આ યુવાન વિશે જાણવા મળી રહ્યું છે કે, એમ્બ્રોઈડરીના કારખાનામાં આ યુવાન કામ કરતો હતો.

ગરબા રમતા રમતા એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ૧૯ વર્ષીય વિનીત કુંવરિયાનું હાર્ટ એટેકથી મોતને ભેટતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ૨-૩ મહિનાથી વિનીત ગરબાની પ્રેક્ટીસ કરતો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. તો આજે સુરતમાં પણ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. રાત્રે જમીને યુવક સુઈ ગયો હતો અને સવારે જાગ્યો જ નહીં. ઉંઘમાં જ એટેક આવી જતાં રાધાકૃષ્ણ નામનો યુવક મોતને ભેટ્યો હતો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *