જાેહાનિસબર્ગ
અત્યારે મહિલા માટે ડિલિવરીના સમયે એકસાથે ૩થી ૪ બાળકોને જન્મ આપવો સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ મહિલાએ એકસાથે ૧૦ બાળકોને જન્મ આપ્યો હોય? હકીકતમાં સાઉથ ઓફ્રિકામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ એકસાથે ૧૦ બાળકોને જન્મ આપી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
ગત મહિને એક જ પ્રેગ્નેન્સીથી સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ મોરોક્કોની માલિની હલીમા સીસી નામની મહિલા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેણે ૯ બાળકોને જન્મ આપીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્ર્ઝમાં પોતાનું નામ નોંધાવ્યું,. પરંતુ હવે આ રેકોર્ડ એક જ મહિનામાં તૂટી ગયો. મળતી માહિતી અનુસાર, ૭ જૂનના રોજ ગોસિયામી થમારા સિટહોલ નામની ૩૭ વર્ષીય મહિલાને ૧૦ બાળકોને જન્મ આપવા ઓપરેશન કરાવવું પડ્યું હતું. મહિલાએ સાત છોકરા અને ત્રણ છોકરીઓને જન્મ આપ્યો. પ્રેગ્નેન્સીની તપાસ દરમિયાન ડૉક્ટરે તેને ૬ બાળકો હોવાની વાત કરી હતી. આફ્રિકી મીડિયાના અનુસાર, સિટહોલના પતિને આઠ બાળકોના જન્મની અપેક્ષા હતી. તપાસ દરમિયાન બે બાળકો હોવાની ખબર ના પડી. તેણે જણાવ્યું હતું કે તે કદાચ બીજી ટ્યૂબમાં ફસાઈ ગયાં હતાં. દંપતી તેમનાં ૧૦ બાળકોના જન્મ આપીને ઘણું ખુશ છે. પરિવારમાં ખુશીનો માહોલ છે.